(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ના ચોમાસા પહેલા નિવારણ કરવા મ્યુનિસિપલ શાસકો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે દક્ષિણ...
Gujarat
શિયાળામાં વિદેશી પક્ષીઓ મોકર સાગરના બને છે મહેમાન : સ્થાનિક પક્ષીઓનું પણ વૈવિધ્ય મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા આપી સૂચના રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પોરબંદર નજીક મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે : સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે પોરબંદર તા.૬ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા પોરબંદર નજીક આવેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટ ભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકર સાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળામાં સહભાગી થયા પૂર્વે મોકર સાગર ખાતે નિર્મિત થઈ રહેલા આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા ખાસ અને સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમારે નકશાના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ, મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રની વિશેષતાઓ, પક્ષીઓના વૈવિધ્યથી વિશે અવગત કર્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઠી ખાતેથી મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ઈ - ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ- કોમ્યુનિટી સેન્ટર વગેરે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભૂતપૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી રમેશ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ભારતનો પોષાક ધોતી પહેરીને PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા -વિકસિત ભારત તરફની સફરમાં...
માધવપુર મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી માધવપુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો...
(જૂઓ વિડીયો) રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતુ-મકાનમાં AC ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભીષણ આગની ઘટના...
રામ નવમી એ સનાતન ધર્મની આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે. જેથી તમામ ભક્તો તેમના પરિવારો સાથે પ્રેમ, શાંતિ...
સરદાર પટેલ, ત્રિભુવનદાસ પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતા ના સમયથી ચાલતી સહકારી પ્રવૃત્તિને પ્રધાનમંત્રી-સહકાર મંત્રીએ વઘુ મજબુત બનાવી- દિલીપ સંઘાણી...
અમદાવાદ, નરોડા મેમ્કા વિસ્તારમાં મધરાતે પડોશી યુવક સગીરાના ઘરમાં ઘૂસીને તેની છેડતી કરીને ભાગી ગયો હતો. જેમાં સગીરા વોશરુમ કરવા...
અમદાવાદ , આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામમાં પતિએ પત્નીના પ્રેમી સાથે તકરાર કરીને તેને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ...
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ટેન્કરમાંથી ઓઈલ ઢોળાતા અનેક વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાહનો પલટી જવાના બનાવો પણ...
શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના હસ્તે સન્માનિત કરાયા શોર્ટ ફિલ્મ સ્પર્ધાના...
(પ્રતિનિધિ) અમદાવાદ, શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનસિપલ મેડીકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષમાં સને ૨૦૨૩-૨૪ના વર્ષમાં વસાવા સુશીલાબેન રમેશભાઈ (ઉંમર આશરે ૨૧ વર્ષ)...
Ahmedabad, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
સમિતિએ રાજ્યમાં UCC કાયદા અંગે સુરત જિલ્લાના વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો-મંતવ્યો મેળવ્યા યુનિફોર્મ સિવિલ કોડ કોઈ ધર્મ કે સંપ્રદાયના...
રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો ‘GP – DRASTI’ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે: શ્રી વિકાસ સહાય...
વડોદરા, રાજ્યના જુદા જુદા શહેરોમાં મંદિરોને ટાર્ગેટ કરતી દાહોદની મેડા ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતની મત્તા...
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ મિલ્કત...
(એજન્સી) વડોદરા, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમમાં ગટરલાઈનમાં માતા નવજાત શિશુને ફેંકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસ...
વડોદરા, વડોદરાની મહિલાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે સાડા સાત મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર માફિયાઓએ રૂપિયા ૧.૮૯ કરોડ પડાવ્યા...
(પ્રતિનિધિ) દમણ,રાજ્યમાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ગરમી સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આ સમયે, રાજ્યમાં પણ તાપમાન વધી...
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમોમાં કેમિકલ્સ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્ષટાઈલ જેવા સંવેદનશીલ ઔદ્યોગિક એકમો આવેલ છે. આ ઔદ્યોગિક એકમોમાંથી...
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ નગર સહિત પંથક ભરમા એપ્રિલ શરૂ થતા જ સુર્ય નારાયણ નો પકોપ ચારે તરફ વહેલી સવારથી જ...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ - દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી નજીકના શીતલ શોપિંગ નજીક એક બિનવારસી શંકાસ્પદ ઈકો...
૫ એપ્રિલ - નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ) ૨૦૨૫ના અંત સુધીમાં ફેઝ ૧-Aમાં ૧૪માંથી સંભવિત ૬ મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે...
અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી વિદ્યાર્થીઓ...