Western Times News

Gujarati News

National

એસઆઇટી દ્વારા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ધરપકડ કરીઃ ચિન્મયાનંદના કાર્યકરો ધરપકડથી નારાજ શાહજહાપુર, યૌન ઉત્પપીડનના આરોપી અને પૂર્વ કેન્દ્રિય...

નાણાંમંત્રી નિર્મલા સીતારમનની મહત્વપૂર્ણ જાહેરાત : કેપિટલ ગેઈનનો સરચાર્જ સંપૂર્ણ રદ્દ નવી દિલ્હી : દેશભરમાં પ્રવર્તમાન મંદી અને મોંઘવારીના કપરા...

વન્યોના વૃક્ષોને કાપવાની સામે જારદાર વિરોધ શરૂ મુંબઈ, મુંબઈમાં મેટ્રો કાર સેડ માટે આરે વન્યના વૃક્ષોને કાપવાની સામે જાેરદાર વિરોધ...

નવી દિલ્હી : નવા ટ્રાફિક નિયમોને લઇને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોની નારાજગી વચ્ચે આજે ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા...

નવી દિલ્હી,  દેશ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટ (નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2018-19 માટે પાત્રતા ધરાવતા 11.52 લાખથી વધુ નોન ગેઝેટેડ રેલવે...

પ્રયાગરાજ, : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ગંગા અને વરૂમા નદીમાં પાણીની સપાટી સતત ચિંતાજનકરીતે વધી રહી છે. પાણીની...

નવી દિલ્હી  : અમેરિકામાં કામ કરવાથી એચ-વનબી વિઝા ધારકોના  પત્નિ ઉપર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મોકલવામાં...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

મુંબઈ : શેરબજારમાં આજે તીવ્ર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. ક્રૂડ ઓઇલની કિંમતોમાં જારદાર ભડકો થશે તેવા અહેવાલ વચ્ચે શેરબજારમાં...

નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાને લઇને પણ કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરી નવી દિલ્હી,  જમ્મુ કાશ્મીરને ખાસ...

રિયાદ, દુનિયાની સૌથી મોટી ઓઇલ ઉત્પાદક કંપની સઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ સોમવારે બ્રેંટ ક્રૂડની કિંમતોમાં ૨૮ વર્ષનો સૌથી...

નવી દિલ્હી : અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ૨૨મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી રેલીને સંબોધન કરશે ત્યારે તેમની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.