Western Times News

Gujarati News

રોકી ઓર રાની કી પ્રેમ કહાની પર ચાલી CBFCની કાતર

અપમાનજનક શબ્દો હટાવાયા

કપડાની દુકાનના દ્રશ્યમાં એક સંવાદ મહિલાઓનું અપમાન હોવાનું કહેવાય છે અને તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે

મુંબઈ, કરણ જાેહર હવે રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સાથે દિગ્દર્શનમાં પરત ફરી રહ્યો છે, જે આ મહિને સ્ક્રીન પર આવવાની તૈયારીમાં છે. આ ફેમિલી ડ્રામામાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)એ આ ફિલ્મની સમીક્ષા કરી હતી, જેમણે ફિલ્મના સંવાદોમાં ઘણાં ફેરફારો સૂચવ્યા હતા.CBFC reviewed the film on Rocky Aur Rani Ki Prem Kahani

ફિલ્મમાં ઘણી વખત ઉપયોગમાં લેવાયેલ અપમાનજનક શબ્દ ‘બી ડી’ને ‘બહન દી’ સાથે બદલવામાં આવ્યો છે, જ્યારે રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કને ‘બોલ્ડ મોન્ક’ સાથે બદલવામાં આવ્યા છે. કથિત રીતે ‘લોકસભા’ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતો સંવાદ કાપી નાખવામાં આવ્યો છે. એક ન્યૂઝ પોર્ટલે એમ પણ કહ્યું કે કપડાની દુકાનના દ્રશ્યમાં એક સંવાદ ‘મહિલાઓનું અપમાન’ હોવાનું કહેવાય છે અને તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે ‘બ્રા’ શબ્દને ‘આઇટમ’ સાથે બદલવામાં આવ્યો છે.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, જેને બુધવારે તેનું સેન્સર પ્રમાણપત્ર મળ્યું હતું, તે ૨ કલાક અને ૪૮ મિનિટ લાંબી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ વિશે વાત કરતાં રણવીર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે, ‘આ કરણ જાેહરની ‘કરણ જાેહર-એસ્ટ ફિલ્મ’ છે. તે ‘કભી ખુશી કભી ગમ’ની અનુભૂતિ પાછી લાવે છે. આ ખૂબ જ ગંભીર વિષય છે અને તેમાં ઘણી મહેનત કરવામાં આવી છે.

કરણ જાેહર એ પ્રકારનું સિનેમા પાછો લાવી રહ્યો છે જે આપણે મોટા પડદા પર જાેઈને મોટા થયા છીએ. તે આપણા જીવનનો એક મોટો ભાગ રહ્યો છે. તેણે વધુમાં ઉમેર્યું, ‘આ પેઢી માટે તે કરણની ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’થી ઓછી નથી. આ ફિલ્મો અમારા ઉછેરનો એક ભાગ રહી છે. તો આ ફિલ્મમાં કભી ખુશી કભી ગમ જેવી દરેક વસ્તુ છે, જેમ કે પરિવાર, ગીતો, ખુશીઓ, પ્રેમ. હું માનું છું કે આ એક એવી ફિલ્મ છે જે લોકોને ખરેખર ખુશ કરશે. તેમના ચહેરા પર સ્મિત હશે અને તેમના હૃદયમાં હૂંફની લાગણી હશે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ૨૮ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.