Western Times News

Gujarati News

CBIની વિશેષ કોર્ટમાં લઇ જવાથી હું થોડો સંતુષ્ટ છુંઃ સુરજ પંચોલી

મુંબઇ: બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી તેનાં ફિલ્મી કરિઅરથી વધુ બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા કેસ અંગે ચર્ચામાં છે. જિયા ખાને નાની ઉંમરે ૩ જૂન ૨૦૧૩નાં જુહૂ સ્થિત તેનાં ઘરે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જિયાનાં ઘરવાળાએ તેનો જવાબદાર એક્ટર આદિત્ય પંચોલીનાં દીકરા સુરજ પંચોલીને ગણાવ્યો છે. જાેકે, જિયા ખાન સુસાઇડ કેસમાં સૂરજ પંચોલીનો કેસ સીબીઆઇની વિશેષ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જે મામલે સૂરજ પંચોલીએ પ્રતિક્રિયા આપી છે.

સૂરજ પંચોલીનું કહેવું છે કે, જિયા ખાનનાં મોત મામલે તેનો કેસ સીબીઆઇની વિશેષ કોર્ટમાં લઇ જવાથી તે ‘થોડો ‘સંતુષ્ટ’ છે. એક ઇન્ટરવ્યૂમાં સૂરજ પંચોલીએ આ મામલે વાત કરતાં કહ્યું કે, ગત આઠ વર્ષ તે ખુબજ મુશ્કેલી ભર્યા છે. ગત આઠ વર્ષ ખુબજ મુશ્કેલી ભર્યા રહ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી છબિ પણ આ કેસને કારણે ‘બર્બાદ’ થઇ ગઇ છે.
સૂરજ પંચોલીનું કહેવું છે કે, જાે દોષીત સાબિત થઇશ તો તેને ‘દંડ કરવામાં આવવો જાેઇએ’, પણ જાે દોષ સિદ્ધ ન થાય

તેને આ આરોપો મુક્ત કરવામાં આવે. સૂરજ પંચોલીનાં પરિજનોને આશા છે કે, હવે કોર્ટ તેને આ કેસને જલ્દી જ આગળ વધારશે.સૂરજ પંચોલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હવે મને થોડી રાહત મળી છે. કારણ કે મને શરૂઆતથી જ લાગતુ હતું કે આ મામલો સ્પેશલ સીબીઆઇ કોર્ટમાં જવો જાેઇએ. મોડા મોડા પણ હવે આ ત્યાં ગયો છે. જાે કોર્ટ સુનાવણી દરમિયાન મને દોષીત મેળવે છે તો મને સજા જરૂર મળવી જાેઇએ. પણ નિર્દોષ સાબિત થવું તો મને આરોપ મુક્ત કરવાનો હું હકદાર છું. ગત ૮ વર્ષમાં મારી છબિ ઘણી જ ખરાબ થઇ છે. પણ આ ધારણા એ વી નથી જેમ હું ઇચ્છતો હતો.’

સૂરજ વધુમાં કહે છે, ‘હું નથી જાણતો કે ગત આઠ વર્ષથી હું કેવી રીતે જીવું છું. પણ મારો પરિવાર ઘણાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. મને અને મારા પરિવારને આશા છે કે, સીબીઆઇ કોર્ટ કેસમાં તેજી લઇને આવશે.’ આપને જણાવી દઇએ કે, જિયા ખાનની આત્મહત્યા બાદ એક્ટ્રેસનાં પરિજનોએ સુરજ પંચોલી પર તેને ઉક્સાવવા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.