લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ એક ખાનગી, ૫ અધિકારીને ઝડપ્યા

વડોદરા, રેલવેમાં થયેલા મોટા ભરતી કૌભાંડમાં સોનું ખરીદવાના તાર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જ્વેલર્સ સુધી પહોંચ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા ધનરાજ જ્વેલર્સનું નામ સામે આવ્યું છે. રેલવે અધિકારી એસ.કે.તિવારીએ જ્વેલર્સ રાજેન્દ્ર લાડવાનો સંપર્ક કર્યાે હતો.
વગર બિલે ૪૦૦ ગ્રામ સોનું ખરીદવાનું જણાવ્યું હતું. જ્વેલર્સ રાજેન્દ્ર લાડવાએ તૈયારી પણ બતાવી હતી. આખું કૌભાંડ આચરવા દરમિયાન જ અધિકારીઓ ઝડપાઈ ગયા છે. જ્યારે બીજી તરફ ધનરાજ જ્વેલર્સનો રાજેન્દ્ર લાડવા ભૂગર્ભમાં ઊતરી ગયો છે. તેની સાથે અન્ય જ્લેવર્સ પર પણ તવાઇ આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ અંકુશ વાસન અને સંજય તિવારી વચ્ચે તેમના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ સંજય તિવારીએ ધનરાજ જ્વેલર્સના માલિક રાજેન્દ્ર લાડવાનો સંપર્ક કર્યાે હતો. જેમાં સંજય તિવારીને પૂછ્યું હતું કે, તેમના એક મિત્ર માટે કોઈ ઇન્વોઈસ જનરેટ કર્યા વિના રોકડના બદલામાં લગભગ ૪૦૦ ગ્રામ જેટલું સોનું ખરીદવું શક્ય બનશે? ત્યારે રાજેન્દ્ર લાડવાએ તેમને ખાતરી આપી હતી કે, આવા પ્રકારનો વ્યવહાર ખરેખર શક્ય બનશે.
ત્યારે ૧૮ ફેબ્રુઆરીના રોજ સંજય તિવારી આણંદમાં મુકેશ મીણાની મુલાકાત લીધી હતી અને તેણે જે ઉમેદવારોનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા હતા. તેની પસંદગી માટે છેતરપિંડી કરવા માટે રોકડ રકમ મેળવી હતી. મુકેશ મીણાની સાથે આણંદના અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.
જે પૈકીના કેટલાક રેલવેમાં કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવી રહ્યા છે.તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે, પશ્ચિમ રેલવેના એક ન‹સગ સુપ્રિટેન્ડેન્ટ દિનેશસિંગ પાસેથી ૬૫૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું, જે તેમણે ઝવેરી પાસેથી લગભગ રૂ. ૫૭ લાખની ચૂકવણી પછી મેળવ્યું હતું અને આ સોનું પશ્ચિમ રેલવે વડોદરાના આરોપી સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસરને પહોંચાડવાનું હતું. તમામ આરોપીઓે ઝડપી લઇને ભદ્ર કોર્ટમાં રજૂ કરવાની સીબીઆઈએ કવાયત આદરી છે.SS1MS