Western Times News

Gujarati News

કલોલની રામે ઈલેકટ્રોવાયરના ડિરેક્ટરોએ BoB સાથે ૧૭ કરોડની છેતરપિંડી કરી

ફોરેેન્સિક ઓડિટરની તપાસમાં ગેરરીતિ બહાર આવી-ડિરેકટરોએ બેંક ઓફ બરોડામાંથી લોન મેળવીને રૂા.૧૭.૧૬ કરોડની ઠગાઈ

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર જીલ્લાના કલોલ છત્રાલમાં આવેલ મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.લી. અને તેના ડિરેકટરોએ બેક ઓફ બરોડામાંથી લોન મેળવીને રૂા.૧૭.૧૬ કરોડની ઠગાઈ આચાર્યાની ફરીયાદ દિલ્હી સીબીઆઈમાં નોધાવી છે. CBI filed complain against Rame Electrowire of Chhatral Kalol Gandhinagar on fraud with Bank of Baroda

દિલહી સીબીઆઈમાં અધિકારીએ મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.ના ડીરેકટર પરેશ શિવલાલ, શાહ દિનેશ કેસરીમલ મહેતા સંદીપ મિથુલાલ મહેતા અને બેકના અધિકારી તથા કર્મચારીઓ સામે ગુનો નોધીને તપાસ ચાલુ કરી છે.

બેક ઓફ બરોડા અમદાવાદના આસી.જનરલ મેનેજર સુરેન્દ્રકુમાર સિંઘલે દિલ્હી સીબીઆઈમાં કરેલી લેખીત ફરીયાદમાં એવો ઉલ્લેખ કર્યો  કે, મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.લી.અને તેના ડીરેકટરોએ બેક ઓફ બરોડામાંથી વર્ષ 2011માં કોપર વાયરના ઉત્પાદન કરવા માટે રૂા.૧પ.૩૧ કરોડની લોન મેળવી હતી.

આ પછી મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.લી.ને ટર્મ લોન કેશ ક્રેડીટ અને લેટર બેકએ વધારી આપી કુલ રૂા.ર૭.૭૦ કરોડ ધિરાણ કર્યું હતું. ત્યારબાદ મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.લી. અને તેના ડિરેકટરો દ્વારા બેંકમાં લોનના નાણાં નહી ભરતા ગત તા.૪-પ-ર૦૧પના રોજ ખાતુ એનપીએ કરી દીધું હતું.

ત્યારબાદ બેક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા મેસર્સ રામે ઈલેકટ્રોવાયર પ્રા.લી.એ અને તેના ડીરેકટરો પાસે સતત ઉઘરાણી કરતા રૂા.૮.૧પ ની પ્રોપર્ટી જપ્ત કરી વેચાણ કરી જમા લીધી હતી. આ પછી મેસર્સ ઈલેકટ્રોવાયર પ્રા.લી. અને તેના ડિરેકટરો પાસેથી રૂા.૧૭.૧૬ કરોડ બેકને લેવાના થતા હતા. જે નાણાં નહી ભરતા બેકે કરાવેલા ફોરેન્સીક ઓડીટમાં આ ભાંડો ફૂટેલો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.