કસ્ટમ સુપ્રિ.ના ઘરેથી સેંકડો દસ્તાવેજ CBIએ કબજે કર્યા
લાંચ કેસમાં સુપ્રિટેન્ડન્ટ અને વચેટીયાના સીબીઆઈના ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા
(એજન્સી)અમદાવાદ, બે લાખના લાંચ કેસમાં સીબીઆઈએ મુદાથી કસ્ટમના સુપ્રીટેન્ડેન્ટ અને વચેટીયાની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે સીબીઆઈએ કસ્ટમ સુપ્રિટેન્ડન્ટના ઘરે તપાસ કરતા સંખ્યાબંધ દસ્તાવેજ અને ૯.પ૦ લાખની રોકડ મળી આવી હતી.
ત્યારબાદ બંને આરોપીઓને સ્પે.સીબીઆઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના ત્રણ દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ સીબીઆઈ બંને આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા છે. અને તપાસ માટે એફએસએલમાં પણ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.
સીબીઆઈએ લાંચ કેસમાં ઝડપાયેલા કસ્ટમના સુપ્રિટેન્ડન્ટ નીતીન શર્મા અને વચેટીયા શુભના ઘરે તપાસ કરી હતી. ત્યારે નીતીન શર્માના ઘરેથી સંખ્યાબંધ દસ્તાવેજ લેપટોપ, રોકડ સહીતની વસ્તુઓ મળી આવવતા સીબીઆઈએ તે જપ્ત કરી છે. બીજી તરફ બંને આરોપીઓને સ્પે.સીબીઆઈ કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા.
જયાં સીબીઆઈ તરીકે એડવોકેટ એવવી રજુઆત કરી હતી. કે આરોપીઓ તપાસમાં સહકાર આપી રહયાં નથી. આરોપીઓ સાથે બીજું કોણ કોણ સંડોવાયયેલું છે. આરોપી સુપ્રિટેન્ડન્ટે અગાઉ પણ આ રીતે લાંચ માગી છે કે નહી, આરોપીઓની મિલકત અને બેંક એકાઉન્ટની તપાસ કરવી જરૂરી છે.
આરોપીઓ પાસેથી મોબાઈલ મળ્યા છે. જેમાં કેટલાક નંબર પણ મળ્યા છે. તે કોના છે. લાંચની રકમ બીજા કોઈને આપવાની હતી કે નહીં સહિતના મુદે તપાસ માટે આરોપીઓના રિમાન્ડ આપવા જાેઈએ. આવી રજુઆત બાદ કોર્ટે આરોપીઓના ત્રણ દિવવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.