CBSCની ધોરણ 10ની પરીક્ષા રદ્દ અને 12ની પરીક્ષા મુલત્વી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/writing_exam-scaled.jpg)
Files Photo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની પરીક્ષાનો મુદ્દો ચર્ચાયો હતો વર્તમાન કોરોના કાળમાં દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વિકળ બનતા આખરે વડાપ્રધાને સીબીએસસીની ધોરણ 10ની પરીક્ષા રદ્દ અને 12ની પરીક્ષા હાલ પુરતી મુકોફ રાખવાનો નિર્ણય કરાયો છે પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા માર્કશીટ આપવામાં આવશે જો માર્કસ ઓછા લાગતા હોય તો વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.