CBSEએ કોર્સ ઘટાડવાની જાહેરાત કરી
નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)આગામી વર્ષ તેના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મંગળવારે સાંજ બોર્ડે ટ્વિટર મારફતે આ અંગે નિર્ણય કરતા એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ સાથે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) હેઠળ અભ્યાસ કરનાર 22 રાજ્યમાં 2020-21 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમમાં એક-તૃત્યાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આ માટે NCERT અને CBSE બોર્ડના નિષ્ણાતોની એક સમિતિએ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે એક મુસદ્દો તૈયાર કર્યો હતો અને ત્યારબાદ ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આ નર્ણયલ લીધો હતો. આ ઉપરાંત ધોરણ 8 માટે CBSE શાળાને જાતે જ અભ્યાસક્રમ તૈયાર કરવા કહેવામાં આવ્યુ હતું.
માનવ સંશાધન પ્રધાન ડો.રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે વર્તમાન સ્થિતિને જોતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાને લઈ બોર્ડને આપવામાં આવેલા સૂચનો અંગે ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ CBSE તરફથી આ ઘટાડા અંગે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો.