CBSEની જેમ પરિક્ષા રદ્દ કરે અન્ય બોર્ડ, અખિલેશ

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે બુધવારે ટ્વીટ કરતાં અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડને સીબીએસઇની જેમ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. હકીકતમાં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧ જૂનના રોજ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સીબીએસઈ બોર્ડની ૧૨માંની પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે બુધવારે ૨ જૂને ટિ્વટ કર્યું હતું કે, “છેવટે સંવેદનશીલ ભાજપ સરકારને પરીક્ષાર્થીઓ-માતા-પિતાના દબાણ સામે નમવું પડ્યું હતું અને તેમને સીબીએસઈ ૧૨ માંની પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવો પડ્યો હતો.” હવે આ આધારે અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવી જાેઇએ.
બહુજન સમાજ પાર્ટી (બસપા) ના પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ સીએમ માયાવતીએ પણ ટ્વીટ કરીને સીબીએસઈ ૧૨ મીની પરીક્ષા રદ કરવાને આવકાર આપ્યો છે. માયાવતીએ કહ્યું, ‘દેશમાં કોરોના રોગચાળાને લીધે બાળકો અને છોકરીઓની તંદુરસ્તી અને સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈની ૧૨ મી પરીક્ષા રદ કરવાના આજે લેવામાં આવેલા ર્નિણયને બીએસપી આવકારે છે,
કારણ કે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સાથે સમયની પણ આ જ માંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવાર ૦૧ જૂને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં સીબીએસઈ બોર્ડની ૧૨ મી પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ સાથે આઈએસસી બોર્ડની ૧૨ મી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.