Western Times News

Gujarati News

CBSE બે પરીક્ષાઓ વચ્ચે 5-10 દિવસનું અંતર હતું, હવે તે માત્ર 1 કે 2 દિવસનું થશે?

CBSE બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો

(એજન્સી)ગાંધીનગર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે ઝ્રમ્જીઈએ વર્ષ ૨૦૨૬થી બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે.
ખરેખર, હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાની તક મળશે, અને સારી વાત એ છે કે વધુ સારા માર્કસ મેળવનારને અંતિમ સ્કોરમાં ગણવામાં આવશે.

આ વિદ્યાર્થીઓને વધારાની તક આપશે, જેથી તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકે અને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફેરફાર માત્ર ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો છે. પહેલાની જેમ ધોરણ ૧૨ની પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે.

હવે તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે આ પરીક્ષાઓ વર્ષમાં બે વાર ક્્યારે લેવાશે? ઉપરાંત, તેમના સ્કોર્સની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? જો બીજી પરીક્ષામાં પ્રથમ પરીક્ષા કરતા ઓછા ગુણ આવે તો કોના ગુણ ગણાશે? બોર્ડે આ નિર્ણય કેમ લીધો? આ તમામ સવાલોના જવાબ અમે આ સમાચાર દ્વારા આપીશું.

CBSE દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર, પ્રથમ પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ ૨૦૨૬ દરમિયાન અને બીજી પરીક્ષા ૫ મેથી ૨૦ મે દરમિયાન લેવામાં આવશે. અત્યાર સુધી બોર્ડની એક જ પરીક્ષા ૩૨ દિવસમાં પૂર્ણ થતી હતી, પરંતુ હવે બંને તબક્કાઓ મળીને ૩૪ દિવસમાં પૂર્ણ થશે.

જોકે, આ ફેરફારથી વિદ્યાર્થીઓને તેમના વિષય પ્રમાણે પરીક્ષા આપવા માટે ઓછો સમય મળશે. જ્યારે પહેલા બે પરીક્ષાઓ વચ્ચે ૫ થી ૧૦ દિવસનું અંતર હતું, હવે તે માત્ર ૧ કે ૨ દિવસનું રહેશે. તેથી, વિદ્યાર્થીઓએ તેમની તૈયારીની વ્યૂહરચના સુધારવી પડશે, જેથી તેઓ બંને તકોનો યોગ્ય ઉપયોગ કરી શકે.

આ સિવાય વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ બંને પરીક્ષામાં બેસવા માગે છે કે માત્ર એક જ. નોંધણી સપ્ટેમ્બર ૨૦૨૫ માં પૂર્ણ થશે, અને તે સમયે વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું રહેશે કે તેઓ પ્રથમ, દ્વિતીય અથવા બંને પરીક્ષાઓમાં હાજર રહેશે કે નહીં. તેઓએ નોંધણી સમયે તેમના વૈકલ્પિક વિષયો પણ પસંદ કરવા પડશે, કારણ કે પછીથી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

હવે સ્કોરિંગની વાત કરીએ તો આ ફેરફાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે આમાં તેમને બે ચાન્સ મળશે અને સારા સ્કોર જ અંતિમ પરિણામમાં ગણાશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીએ પ્રથમ પરીક્ષામાં અંગ્રેજીમાં ૭૦ ગુણ મેળવ્યા હોય અને બીજી પરીક્ષામાં ૬૯ ગુણ મેળવ્યા હોય, તો તેના માત્ર ૭૦ ગુણ અંતિમ સ્કોરમાં ઉમેરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.