CBSE બોર્ડે સ્કૂલોમાં ડમી વિદ્યાથીઓનો ભાંડો ફોડ્યો: રાજ્ય સરકાર અને DEO ઊંઘતા ઝડપાયા

અમદાવાદની ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ , DPS હીરાપુર, ડીએલએ એકેડમી ઓફ લિટલ પીપલ સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ
CBSE બોર્ડની રેડ: ગુજરાતની નામાંકિત સ્કૂલોની માન્યતા રદ્દ
(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર અને ડીઈઓ ઊંઘતા રહ્યા અને અજમેરથી સીબીએસઈ બોર્ડે ગુજરાતમાં રેડ કરી હતી. જી હા…ગુજરાતની ૧૪ શાળામાં ડમી વિદ્યાથીઓ પકડતા સ્કૂલોની માન્યતા રદ્દ કરાઈ હોવાની માહિતી મળી રહી છે.
આ સિવાય અમદાવાદની ૪ શાળાઓનું સીબીએસઈ એફિલિએશન રદ કર્યું છે. સીબીએસઈ બોર્ડે ગુજરાતમાં રેડ કરતા અમદાવાદની ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ , ડીપીએસ હીરાપુર, ડીએલએ એકેડમી ઓફ લિટલ પીપલ સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ હોવાની માહિતી છે.
ગેરહાજર વિદ્યાથીઆર્ેની નોધણી બાબતે સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ છે. આ સંદર્ભે રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે.રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકારને વારંવાર ડમી સ્કૂલોમાં રેડ કરવા રજુઆત કરી હતી.
પરંતુ તેઓએ કોઈ કાયર્વાહી કરી નથી. પરંતુ આજે રાજ્ય સરકાર અને ડીઈઓ ઊંઘમાં રહ્યા અને બહારથી આવી સીબીએસઈ બોર્ડે સ્કૂલોમાં ડમી વિદ્યાથીઓનો ભાંડો ફોડ્યો હતો. ગુજરાતમાં હજુ અનેક સ્કૂલો ધમધમી રહી છે, જેમાં રેડ કરવા સંચાલક મંડળની માંગ કરી રહ્યા છે.
મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટની સુવિધા જ્યારે અનેક સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ
(એજન્સી)ગાંધીનગર, રાજ્યની અનેક સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટની સુવિધા છે, ત્યારે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ હોવાની સાથે ક્લાસરૂમની છત જર્જરિત હાલતમાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં ૭૦૪ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે.
જ્યારે વિદ્યાથીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલી શાળાઓમાં ૬૨૮ ક્લાસરૂમની અછત છે. જેમાં જામનગરની ૧૫૦ શાળામાં ૩૨૩, દ્વારકાની ૧૧૦ શાળામાં ૩૦૫ ક્લાસરૂમની અછત હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યની શાળાની સ્થિતિ અને ઓરડાની ઘટને લઈને માહિતી આપવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાની શાળામાં ૩૮૦ ઓરડ જર્જરિત હાલતમાં છે.
જેની સામે સરકારે સાબરકાંઠામાં ૮૧૮ અને અરવલ્લી જિલ્લાની શાળાના ૪૦૭ જેટલાં ઓરડા નવા બનાવ્યા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, શહેર અને જિલ્લાની કુલ ૧૩૧ સરકાર પ્રાથમિક શાળામાં ૭૫૧ જેટલા ઓરડાની અછત છે.