CBSE ધોરણ-૧૨નું પરિણામ જાહેર: વિજયવાડાનું સૌથી વધુ ૯૯.૬૦ ટકા પરિણામ

(એજન્સી)અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨ના પરિણામો ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં ૮૮.૩૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ – પર જઈને પરિણામ જોઇ શકશો. આ વર્ષે કુલ ૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે.
સીબીએસઈ ધોરણ ૧૨નું ૮૮.૩૯ ટકા પરિણામ જાહેર થયું છે અને દેશભરના ૪૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજયવાડાનું સૌથી વધુ ૯૯.૬૦ ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થિનીઓનું ૯૧.૫૨ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું ૮૫.૭૦ ટકા પરિણામ જાહેર થયું છે.
સીબીએસસી બોર્ડની વેબસાઈટ પર ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં પરિણામની ઉત્સુકતાનો અંત આવ્યો. પરિણામ જાણીને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. અમદાવાદના બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા રૈવતે જણાવ્યું કે તેને સાયન્સ સ્ટ્રીમમાં ૯૩.૫% આવ્યા છે.
આ પરિણામ માટે તેણે ખૂબ મહેનત કરી હતી. આ મહેનતની સાથે સાથે તેણે એક લક્ષ્ય સેટ કર્યું હતું જે આજે પરિણામ સાથે પાર પડ્યું છે. તેણે પરીક્ષા માટે કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠથી દૂર રહીને આ તૈયારી કરી હતી. ગુજકેટમાં તેને ૯૯.૮% આવ્યા છે. તે આગળ મેડિકલ લાઈનમાં જઈને ડોક્ટર બનવા માંગે છે. ધોરણ ૧૨ માં ૯૮% મેળવનારી પુરીમાએ જણાવ્યું કે તેને બાયોલોજી અને સાયકોલોજીમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ આવ્યા છે.
અભ્યાસ માટે તેણે આખું વર્ષ મહનત કરી હતી. તેણે મેડિકલ લાઈનમાં જવા માટે નીટની પરીક્ષા આપી હતી જેમાં પણ તેને સારો એવો પર્ફોર્મન્સ આપ્યું છે. તેને સારામાં સારી સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ હેની મણિયાર નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે તેને ધોરણ ૧૨માં ૯૧.૪ ટકા આવ્યા છે.
મેં ખૂબ જ મહેનત કરી હતી. તેના આ હાર્ડવર્કના કારણે પરિણામ આવ્યું છે તે પોતે આગળ ફાર્મા કરવું છે. મેં અનુભવ માટે નીટની પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે ધોરણ ૧૨માં ટોપર્સ આવેલા તેજસ્વી તારલા હોય પોતાની સફળતાનો મંત્ર મહેનતને જ આપ્યો છે. સીબીએસઈની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા ૩૩ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે.
ધોરણ ૧૦ માટે આ ગુણને કુલ (એટલે કે થિયરી અને આંતરિક મૂલ્યાંકન સંયુક્ત) આધારે ગણવામાં આવે છે, જ્યારે ધોરણ ૧૨માં વિદ્યાર્થીઓએ થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં અલગથી ઓછામાં ઓછા ૩૩ ટકા ગુણ મેળવવા જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી ખૂબ જ ઓછા માર્જિન (જેમ કે ૧ ગુણ) થી પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જાય તો બોર્ડ તેને ગ્રેસ માર્ક્સ એટલે કે વધારાના ગુણ આપવાનું નક્કી કરી શકે છે.
સીબીએસઈ બોર્ડના ૧૨મા ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી ૯૧.૬૪% છે, જ્યારે છોકરાઓની ટકાવારી ૮૫.૭૦% છે અને ટ્રાન્સજેન્ડરની પાસ થવાની ટકાવારી ૧૦૦% છે. આ વર્ષનું પરિણામ ૨૦૨૪ કરતાં ઘણું સારું રહ્યું છે.
છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં ૫.૯૪% વધુ છે. સીબીએસઈ ધોરણ ૧૨ની જેમ ધોરણ ૧૦માં પણ છોકરીઓએ બાજી મારી છે. ૯૫ ટકા છોકરીઓ પાસ થઈ છે. જેની સામે ૯૨.૬૩ ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ ૧૦માં ટ્રાન્જેન્ડરનો પાસિંગ રેશિયો ૯૫ ટકા રહ્યો હતો.