CCTV દ્વારા રસ્તે ચાલતા વ્યક્તિની આખી કુંડળી પોલીસ સામે ખુલી જશે
અમદાવાદ, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડે એક ટેન્ડર નોટિસમાં જાહેરાત કરી હતી કે તે એક ખાનગી એજન્સીને હાયર કરશે જે પોલીસ વિભાગ માટે તેની ફેશિયલ રિકોગ્નાઈઝેશન સિસ્ટમના સંચાલનમાં મદદ કરી શકે આવી જાહેરાત કરનાર ગુજરાતનું આ પ્રથમ શહેર છે.
પરંતુ હકીકતમાં ગત વર્ષે સપ્ટેમ્બરથીજ ઓથોરિટીઝ રાજ્યની રાજધાનીના શહેરમાં તેના સીસીટીવી પર યુએસ અને ઇઝરાયેલના ફેસ રિકોગ્નાઈઝેશન પ્લેટફોર્મનું પરીક્ષણ કરી રહ્યા છે.
આ સોફ્ટવેર રસ્તા પર મુસાફરી કરતા સંપૂર્ણ અજાણ્યા લોકોનો ફોટો કેપ્ચર કરી શકે છે, તેને પાવરફુલ ક્લાઉડ-આધારિત સર્વર પર અપલોડ કરી શકે છે, જે બાદ ગુજરાત સરકારના સર્વર પર ઉપલબ્ધ ગુનેગારોના ડેટાબેઝ સાથે તે વ્યક્તિના ચહેરાને મેચ કરી શકે છે, અને એક સાથે તેને સોશિયલ મીડિયા સાઇટ્સમાંથી સ્ક્રેપ કરેલા લાખો ફોટા સાથે મેચ કરી શકે છે, સર્ચ એન્જિનની ઇમેજ બેંકો, રિવ્યુ પોસ્ટ્સ, કંપનીની સાઇટ્સ સાથે જ્યાં તે ફોટા દેખાયા હતા તેની લિંક્સ-ટૂંકમાં ફક્ત છ સેકન્ડમાં તે વ્યક્તિની વર્ષોની પ્રોફાઇલ સામે લાવી શકે છે.
ગત સપ્ટેમ્બરથી ગાંધીનગર શહેરમાં સેક્ટર ૨૩ અને સેક્ટર ૨૭ તરફ જતા રોડ પર અને અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કેટલાક ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેના પરિણામ અંગે જણાવતા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે યુએસ સિસ્ટમની ચોકસાઈ ૮૨% અને ૯૬% ની વચ્ચે હતી, જ્યારે ઈઝરાયેલની ૫૫% હતી, આ સાથે ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો કે વિદેશી કંપનીઓ પરનું અવલંબન ઘટાડવા માટે સ્વદેશી ફેસ રિકોગ્નાઈઝેશન સોફ્ટવેર વિકસાવવાની દિશામાં પણ પ્રયાસ હાલ ચાલુ છે.
ઉદાહરણ તરીકે, ફેસ રેકગ્નિશન પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયા અને સર્ચ એન્જિન સર્વર પર ૧.૫ લાખ ફોટાની માહિતી મેળવવા માટે આશરે રૂ. ૫,૦૦૦નો ખર્ચ થાય છે. જે દર મહિને ઘણો મોટો ખર્ચો હશે, એમ ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ડીજીપી આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં ફેશિયલ ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓની બનેલી સમિતિ આ કામ માટે સર્વિસ પ્રોવાઈડર્સ અને સ્વતંત્ર સોફ્ટવેર એન્જિનિયરોને સામેલ કરી રહી છે. તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જેઓ આ ડેમો રનથી વાકેફ હતા.
આ ઉપરાંત અધિકારીએ ઉમેર્યું હતું કે, અમે રાજ્યની રાજધાનીમાં સૌપ્રથમ આ પ્રકારનું સોફ્ટવેર ફુલ સ્કેલ રજૂ કરી શકીએ છીએ જ્યાં સામાન્ય રીતે ફફૈંઁ હિલચાલ અને રાજ્ય વિધાનસભા અને પોલીસ ભવન જેવી કેટલીક ઇમારતો આવેલી છે. તેમજ આ ઉપરાંત ગુજરાતના અન્ય બે શહેરો પણ આ માટે વિચારણા હેઠળ છે.SSS