CCTV નાંખવા-ડેટાની આપ-લે માટે સરકાર નવો કાયદો લાવશે
ગુનાખોરી નાથવા, રહેણાંક, શાળા, મંદિર, કોમર્શિયલ, સરકારી બિલ્ડીંગમા સીસીટીવી જરૂરી
(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં ગુનાખોરીને નાથવા અને તેને રોકવાના ઈરાદા સાથે રહેણાંક શાળાઓ, મંદિર, કોમર્શિયલ અને સરકારી બિલ્ડીંગના પરિસર વગેરેમાં સારી ગુણવત્તાના સીસીટીવી કેમેરા નાંખવા અને તેના ડેટાની આપ-લે ના મુદ્દા પર ગુજરાત સરકારે નવો કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
જેના માટે નવા ખરડાનો ડ્રાફટ બનાવવાની કામગીરી થઈ છે. આ સંબંધિત પ્રસ્તાવિત બિલ આવનારા બજેટ સત્ર દરમ્યાન વિધાન સભા ગૃહમાં રજુ કરાય એવી સંભાવનાઓ છે. આ માટે રાજ્યના ગૃહ વિભાગે તેના સીનિયર આઈપીએસ અધિકારીઓ અને ગૃહ, શહેરી વિકાસ, રોડ અને બિલ્ડીંગ સહિતના અન્ય કર્મચારીઓ પાસેથી મહત્ત્વના સુચનો મંગાવ્યા છે.
આ પ્રસ્તાવિત કાયદાની જાેગવાઈઓ ઘડવા માટે કાયદના નિષ્ણાંતોની સલાહ પણ લેવાઈ રહી છે. જેથી ભવિષ્યમાં કોર્ટમાં આ કાયદો પડકરાય નહી. સીનિયર આઈપીઅસ અધિકાારીઓ એ સુચનો આપેલા છે કે ગુનાખોરીને નાથવા માટે વિવિધ સ્થળો પર સીસીટીવી કેેમેરા લગાડાશે તો તે મદદગાર સાબિત થશે.
પોલીસ દ્વારા જે નોટીફિકેકશન બહાર પાડવામાં આવશે તેમાં કોમર્શિયલ સ્થળોનો સમાવેશ કરાશે. જયારે પ્રસ્તાવિત કાયદામાં રહેણાંક સોસાયટીઓ અને કોલોનીનો સમાવેશ કરાશે. પ્રસ્તાવિત કાયદાના ડ્રાફટીંગમાં એ વાતનુૃ ખાસ ધ્યાન રાખવામાં આવશે કે કેમેરાની ગુણવત્તા, એગલ, સ્ટોરેજ ક્ષમતા, ઉંચાઈ અને ઓનલાઈન સરળતાથી મળી શકે તે સુવિધા હોય.
આ ઉપરાંત શાળા, મંદિરો સહિતના અન્ય સ્થળો પોલીસના સીસીટીવી નેટવર્ક સાથે જાેડાશે. અને મહાનગરપાલિકા જ ેવા સંસ્થાનોનું એકીકરણ એનાલીટીક્સ ટેકનોલોજી થી આ સૌને જાેડવા અને તેના પર ધ્યાન રાખવુ.
આ માટે કાયદો ઘડવો જરૂરી છે. આ માટે અન્ય રાજ્યોના કાયદાનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આ પાછળનો હેતુ કોઈ નાગરીકના અંગત જીવન પર બિનજરૂરી ધ્યાન રાખવાનો નથી પરંતુ વધતી જતી ગુનાખોરીને રોકવાનો છેે.