CDSLના એક્ટિવ ડિમેટ એકાઉન્ટનો આંકડો 2.5 કરોડને વટાવી ગયો
મુંબઈ, ભારતમાં પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)ને એ સફળતા જાહેર કરવાની ખુશી છે કે, CDSLનાં એક્ટિવ ડિમેટ એકાઉન્ટની ચોખ્ખી સંખ્યા 2.5 કરોડ (25 મિલિયન)ના આંકડાને વટાવી ગઈ છે, જે કંપનીની એક વધુ સીમાચિહ્નરૂપ સફળતા છે.
CDSLએ વર્ષ 1999માં એની કામગીરી શરૂ કરી હતી, જેના એક્ટિવ ડિમેટ એકાઉન્ટની ચોખ્ખી સંખ્યા 1 કરોડ (10 મિલિયન) સપ્ટેમ્બર, 2015માં થઈ હતી, જાન્યુઆરી, 2020માં 2 કરોડનું સીમાચિહ્ન મેળવ્યું હતું અને હવે 31 ઓગસ્ટ, 2020ના રોજ 2.5 કરોડનો આંકડો વટાવી દીધો છે. 5 વર્ષથી ઓછા સમયગાળામાં CDSLએ 1.5 કરોડ ડિમેટ એકાઉન્ટ ઉમેર્યા છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર CDSLના એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, “અમે અમારી કામગીરીના ઇતિહાસમાં ઘણી સૌપ્રથમ સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે, જેમાં એક વધુ સીમાચિહ્નનો ઉમેરો થયો છે – અમે એશિયા-પેસિફિકમાં પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી બન્યા, અમે ગુજરાતના ગિફ્ટ સિટીમાં IFSCમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ડિપોઝિટરી છીએ, 2 કરોડ ડિમેટ એકાઉન્ટનો આંકડો આંબી જનાર પ્રથમ ડિપોઝિટરી છીએ અને હવે 2.5 કરોડથી વધારે ડિમેટ એકાઉન્ટ ધરાવતી પ્રથમ ડિપોઝિટરી બન્યાં છીએ.
રોકાણકારોની કથિત વૃદ્ધિ, ખાસ કરીને હાલના અનિશ્ચિત સમયમાં, એ વાતનો પુરાવો છે કે, હવે રોકાણકાર તેમના ઘરમાં સુવિધાજનક રીતે ડિમેટ એકાઉન્ટ ખોલવા અને ઓપરેટ કરવાની સાથે આત્મનિર્ભર વાતાવરણ તરફ અગ્રેસર છે. આ સીમાચિહ્નરૂપ સફળતા CDSLની ‘આત્મનિર્ભર નિવેશક ’ કે સ્વનિર્ભર રોકાણકાર બનવાની તથા નાણાકીય બજારોમાં તમામ માધ્યમોમાં ડિજિટલ કામગીરી વધારવાની વ્યૂહરચનાને સુસંગત છે.”