CDSL 23 નવેમ્બર, 2020થી 29 નવેમ્બર, 2020 સુધી IOSCOનાં વર્લ્ડ ઇન્વેસ્ટર વીકની ઉજવણી કરશે
મુંબઈ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (“CDSL”) એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી છે. કંપનીને આ જાહેરાત કરવાની ખુશી છે કે, અમે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સીક્યોરિટીઝ કમિશન (IOSCO)નાં નેજાં હેઠળ સેબી (સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા), સ્ટોક એક્સચેન્જો, કોમોડિટી એક્સચેન્જો અને મૂડીબજારના અન્ય મધ્યસ્થી સંસ્થાઓ સાથે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (WIW)ની ઉજવણી કરીશું. WIWની ઉજવણી ભારતમાં ચાલુ વર્ષે 23 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી થશે તથા આ માટે નેશનલ કોઓર્ડિનેટર તરીકે સેબી કામ કરશે.
વર્લ્ડ ઇન્વેસ્ટર વીકના ઉદ્દેશ સામાન્ય રોકાણકારોને તેમના માટે જોખમ અને અવરોધો ઘટાડવાના વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેંકવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવા તથા તેમને વિવિધ જાણકારી મેળવવાના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. વળી આ માટે સીક્યોરિટી બજાર નિયમનકાર અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ (MIIs) એટલે કે ડિપોઝિટરીઝ, ક્લીઅરિંગ કોર્પોરેશન્સ અને સ્ટોક એક્સચેન્જોએ હાથ ધરેલી પહેલો વિશે રોકાણકારોને વાકેફ કરવામાં આવશે.
વર્લ્ડ ઇન્વેસ્ટર વીક દરમિયાન રોકાણકારોને જાગૃત કરવા માટે CDSL વિવિધ કાર્યક્રમો અને અન્ય પહેલો હાથ ધરશે. આ કાર્યક્રમોની વિગતો CDSLની વેબસાઇટ (https://www.cdslindia.com/Investors/InvestorCorner.aspx) પર તથા CDSLના સોશિયલ મીડિયા પેજ (Facebook, Twitter, Linkedin) પર અપડેટ કરવામાં આવશે.
આ અંગે CDSLના એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, “અમારું વિઝન રોકાણકારોને ઓનલાઇન પ્લેટફોર્મ્સ, ઇ-સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર નિવેશક’નાં વિચારને મજબૂત બનાવવાનું અને એને પ્રોત્સાહન આપવાનું છે. અમે રોકાણકારોને જાગૃત અને કુશળ બનાવવા ઇચ્છીએ છીએ.
અમે તમામ રોકાણકારોને અતિ સરળ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને મૂડીબજારોમાં તેમના રોકાણ પર નજર રાખવા, સતર્ક રહેવા અને જાગૃત રહેવાની સલાહ આપીએ છીએ. આ પ્લેટફોર્મ્સ રોકાણકારોને તેમના ડિમેટ એકાઉન્ટમાંથી સ્વતંત્ર રીતે રોકાણ પર નજર રાખવા અને વ્યવહાર કરવા સક્ષમ બનાવશે.
અમે રોકાણકારો ફાઇનાન્સિયલ માર્ક્ટેસના તમામ પાસાઓમાં ડિજિટલ કામગીરી વધારે એ માટે પ્રયાસો કરી રહ્યાં છીએ તથા આત્મનિર્ભર નિવેશકને સક્ષમ બનાવવાના ત્રિપાંખિયો અભિગમ અપનાવીને સતત રોકાણ કરવા પ્રેરિત કરી રહ્યાં છીએ. આ માટે CDSLના તમામ પ્લેટફોર્મ નાણાકીય વ્યવહારો પર સુવિધા, સરળતા અને સુરક્ષા વધારવા પ્રયાસરત છીએ તેમજ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં ભરોસો અને આત્મવિશ્વાસ વધારી રહ્યાં છીએ.”