આઠ કરોડ સક્રિય ડિમેટ ખાતા ધરાવતી CDSL પ્રથમ ડિપોઝીટરી બની
મુંબઇ, એશિયાની પ્રથમ અને એક માત્ર લિસ્ટેડ ડિપોઝીટરી સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (“CDSL”) એ આઠ કરોડથી વધુ સક્રિય ડિમેટ ખાતા ખોલાવીને વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સીડીએસએલ હાલમાં સક્રિય ડિમેટ ખાતાનાં સંદર્ભમાં દેશની સૌથી મોટી ડિપોઝીટરી છે. CDSL becomes the first depository to open 8-crore active Demat accounts
આ યાદગાર પ્રસંગે બોલતા સીડીએસએલના એમડી અને સીઇઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે, “વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટી માત્રામાં રોકાણકારો જોડાતાં અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ. આ રોકાણકારો ભારતની વૃધ્ધિની ગાથામાં પ્રદાન કરી રહ્યા છે. સ્થાપના દિવસની નજીક આઠ કરોડ સક્રિય ડિમેટ ખાતાની સિધ્ધિ આ પ્રસંગને વધુ ખાસ બનાવે છે.”
નિયમનકારનાં માર્ગદર્શન અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ, માર્કેટ ઇન્ટરમિડિયરીઝ અને સીડીએસએલના કર્મચારીઓનાં સતત સહયોગ વગર આઠ કરોડ સક્રિય ડિમેટ ખાતાની સિધ્ધિ હાંસલ થઈ શકે તેમ નહોતી. અમે આત્મનિર્ભરતા તરફની રોકાણકારોની યાત્રામાં તેમનું સશક્તિકરણ કરવાનું અને તેમને મદદ કરવાનું ચાલુ રાખીશું.”