સીએટે ગાંધીધામમાં તેના સૌથી મોટા ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કર્યું

કંપનીએ ભારતમાં ટ્રક સર્વિસ હબની ફૂટપ્રિન્ટ્સનું વિસ્તરણ કર્યું
ગાંધીધામ, અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે આજે ગાંધીધામમાં તેના સૌથી મોટા ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી હતી. ઉદઘાટન સમારોહમાં સીએટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અર્નબ બેનરજીએ હાજરી આપી હતી.
આ સર્વિસ હબ સીએટના એક પ્રતિષ્ઠિત ડીલર, ભારત ટાયર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવી રહ્યું છે. સીએટ આ મહિનાના અંતમાં અનુક્રમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં આવા વધુ ત્રણ ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કરવાની યોજના ધરાવે છે. CEAT Inaugurates its Largest Truck Service Hub in Gandhidham

ગાંધીધામમાં નવું ઉદ્ઘાટન કરાયેલું કેન્દ્ર એક અદ્યતન સુવિધા છે જે મોર્ડન ટાયર ડિસ્પ્લે વિસ્તાર, આરામદાયક ગ્રાહક બેઠક અને એકસાથે એકથી વધુ ટ્રકોની સર્વિસ કરવા માટે છ ટ્રક અલાઈનમેન્ટ બેયઝ ધરાવે છે. તે ટ્રક, ફાર્મ અને ઓટીઆર ટાયર માટેનું સૌથી અદ્યતન અને સૌથી મોટું રીટ્રેડ યુનિટ છે
જેની સ્થાપના ઇટાલી સ્થિત પ્રીમિયમ રીટ્રેડિંગ જૂથ, મેરાંગોનીના સહયોગથી કરવામાં આવી છે. નિયમિત ટાયર ચેક-અપ પર મજબૂત ફોકસ સાથે, આ સેન્ટર યોગ્ય વ્હીલ અલાઈનમેન્ટ અને બેલેન્સિંગના મહત્વ પર ભાર મૂકે છે, કારણ કે આ પરિબળો અસમાન ટાયરના ઘસારાને રોકવામાં અને ટાયરનું એકંદર આયુષ્ય વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
સીએટના ટ્રક સર્વિસ હબ વ્યૂહાત્મક રીતે હાઇવે પર સ્થિત છે, જે ટ્રક ડ્રાઇવરો અને ફ્લીટ ઓપરેટરોને કાર્યક્ષમ ટાયર સેવાઓ પૂરી પાડે છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ, આ કેન્દ્રો ટાયરની કામગીરી અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી મિકેનાઇઝ્ડ ટાયર બદલવા, ટાયર રોટેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ અલાઈનમેન્ટ અને બેલેન્સિંગ સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.
સીએટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અર્નબ બેનર્જીએ જણાવ્યું હતું કે, “ગાંધીધામમાં અમારું નવીનતમ ટ્રક સર્વિસ હબ એક અત્યાધુનિક સુવિધા છે જે ટ્રકિંગ સમુદાયને શ્રેષ્ઠ ટાયર સેવાઓ પ્રદાન કરવા માટે સીએટની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફ્લીટ માટે “બધું જ એક છત નીચે” અભિગમ દ્વારા અમારું સેન્ટર કોમર્શિયલ વાહનોની અનન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે સજ્જ છે.”
ભારત ટાયર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના માલિક શ્રી મહેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે, “ગાંધીધામમાં ટ્રક સર્વિસ હબ શરૂ કરવા માટે સીએટ સાથે સંકળાયેલા હોવાનો અમને ગર્વ છે. આ ભાગીદારી અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ટાયર સેવાઓ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે. અદ્યતન ટેકનોલોજી અને કુશળતા ભવિષ્ય પર કેન્દ્રિત છે અને નિઃશંકપણે ટ્રક ડ્રાઇવરો અને ફ્લીટ ઓપરેટરોના એકંદર અનુભવને વધારશે.”
મેરાંગોની ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી વિટ્ટોરિયો મેરાંગોનીએ જણાવ્યું હતું કે, “ભારત ટાયર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ એ કોમર્શિયલ, એગ્રીકલ્ચર અને ઓટીઆર સેગમેન્ટ ટાયર માટે ભારતમાં મેરાંગોનીની સૌથી મોટી ઔદ્યોગિક સ્કેલની ઉચ્ચ ગુણવત્તાની રીટ્રેડિંગ સુવિધા છે.
અમે બીટીજીપીએલ સાથે સંકળાયેલા હોવાનો ગર્વ અનુભવીએ છીએ અને તેની સાથે અમે ભારતીય ફ્લીટ્સ માટે ઉદ્યોગના અગ્રણી ટાયર સોલ્યુશન્સ સંયુક્તપણે કેવી રીતે લાવી શકીએ તે અંગે સીએટ સાથે ચર્ચા શરૂ કરીએ છીએ.”
સીએટના ટ્રક સર્વિસ હબને ટ્રકિંગ સમુદાય તરફથી ખૂબ સારો આવકાર મળ્યો છે, જે તેમની તમામ ટાયર-સંબંધિત જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે. ગાંધીધામ કેન્દ્ર અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં આગામી કેન્દ્રો ખોલવા સાથે, સીએટ કોમર્શિયલ અને ફાર્મ કેટેગરીમાં શ્રેષ્ઠ ટાયર સેવાઓ પ્રદાન કરવા માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.