સિએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સિઝન-2ની તારીખ અને વિગતો જારી
· આઈએસઆરએલની 60 દિવસ ચાલનારી આ બીજી સિઝન ચાહકોને સુપરક્રોસની રોમાંચક એક્શનનો લાભ આપતાં જાન્યુઆરીથી માર્ચ-2025 સુધી લંબાવવામાં આવી
· સિઝન 2માં રેસ અને સ્ટેડિયમની સંખ્યામાં વધારો ઉપરાંત રેસિંગના ફોર્મેટમાં અમુક આકર્ષક ફેરફાર સામેલ થશે
· સિઝન 2ના રાઈડરની હરાજી ઓક્ટોબર,2024થી શરૂ કરવામાં આવશે
· સિએટએ સિઝન-2ની ટાઈટલ સ્પોન્સર તરીકે આઈએસઆરએલ સાથે ભાગીદારી જારી રાખી
મુંબઈ, સિએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ)ની પ્રથમ સિઝનની સફળતા બાદ મોટરસ્પોર્ટ સમુદાય માટે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કર્યા બાદ રોમાંચક સિઝન 2ની જાહેરાત કરી છે.
વિશ્વમાં ઝડપથી વિકસતા મોટરસ્પોર્ટ લીગને ધ્યાનમાં રાખતાં બીજી સિઝન જાન્યુઆરી, 2025થી માર્ચ, 2025 સુધી યોજાશે. જે વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ સિરિઝ બની છે. 60 દિવસ સુધી ચાલનારી આઈએસઆરએલ રોમાંચક એક્શનથી ભરપૂર રેસિંગને નવી ઉંચાઈએ પહોંચાડશે.
સિએટ આઈએસઆરએલની સિઝન 2 એ એક રોમાંચક અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપે છે. જેમાં દેશભરના મોટરસ્પોર્ટ ચાહકોને આકર્ષિત કરવા રેસની સંખ્યામાં વધારો તેમજ નવા સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યા છે.
આ અત્યંત ઉત્સાહથી ભરપૂર ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરના રાઈડર્સ દ્વારા પૂછપરછમાં વધારો થવાના પગલે આગામી સિઝન માટે રાઈડરનું રજિસ્ટ્રેશન જૂન, 2024ના અંતથી જ શરૂ થઈ જશે. સિઝન 2 માટે રાઈડરની હરાજી ઓક્ટબર, 2024માં થશે.
ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી વીર પટેલે જણાવ્યું હતું કે, “સિએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની બીજી સિઝનની જાહેરાત કરતાં અમે ઉત્સુક છીએ. પ્રથમ સિઝની સફળતાને પગલે આગામી સિઝનના આયોજનનો જુસ્સો વધ્યો છે. વિશ્વભરમાંથી અમને રાઈડર્સ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે, જે સિએટ આઈએસઆરએલની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.”
સિએટના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી લક્ષ્મી નારાયણ બીએ જણાવ્યું હતું કે, “ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સાથે અમારી ભાગીદારી પ્રારંભિક સિઝનની સફળતાની સાક્ષી રહી છે. અમે આ સંબંધોને વધુ ગાઢ બનાવતાં સફળતાને જારી રાખવા પ્રતિબદ્ધ છીએ. સિઝન 1નો જુસ્સો અને પ્રેમ વાસ્તવમાં નોંધનીય હતો. ભારતમાં અગાઉ ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો યુનિક પ્રતિસાદ પ્રેક્ષકો તરફથી મળ્યો હતો. અમે સિઝન 2માં વધુ શ્રેષ્ઠ અને રોમાંચક સાથે ઈવેન્ટ શરૂ કરવા ઉત્સાહી છીએ.”
પ્રથમ સિઝનની સફળતા સાથે સિએટ આઈએસઆરએલ સિઝન 2ને વધુ મોટી, બોલ્ડ અને રોમાંચક ઈવેન્ટ બનાવવા સજ્જ છીએ. તેમાં રેસ અને નવા સ્ટેડિયમનું વિસ્તરણ કરવામાં આવશે, જે ચાહકોને વધુ ઇલેક્ટ્રિફાઇંગ અનુભવનું વચન આપે છે. યુનિક ફ્રેન્ચાઈઝી-આધારિત મોડલ અને ઈનોવેશન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, સિએટ આઈએસઆરએલનો હેતુ સુપરક્રોસ રેસિંગને નવી ઉંચાઈએ લઈ જવા અને મોટરસ્પોર્ટ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી બળ તરીકેની સ્થિતિને મજબૂત કરવાનો છે.