સંતાન માટે પ્રેમ લોહીના સંબંધોથી ઉપરઃ પુત્ર કૃષ્ણાનું રક્ષણ કરવા કોઈ પણ હદે જઈ શકે છેઃ નેહા જોશી
માતા અને સંતાનનું બંધન પવિત્ર, નિઃસ્વાર્થી, મજબૂત અને બિનશરતી પ્રેમ પર આધારિત હોય છે એવું માનવામાં આવે છે. માતાના પ્રેમ અને વહાલની કોઈ સીમા નથી હોતી ત્યારે તે ખાસ કરીને તમારા પતિનું અનૈતિક સંતાન હોય ત્યારે આ સંબંધ ગૂંચભર્યા નીવડી શકે છે.
એન્ડટીવી પર ફેમિલી ડ્રામા દૂસરી મા અત્યંત સુંદર માતૃત્વનું આ બંધન પ્રસ્તુત કરે છે. આ શો યુપીમાં પતિ અશોક (મોહિત ડાગા) અને બે પુત્રીઓ અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી)ની જર્ની દર્શાવે છે, જેનું આનંદિત અને શાંતિપૂર્ણ પારિવારિક જીવન ત્યારે અંત આવે છે જ્યારે તે અજ્ઞાત રીતે પોતાના પતિના અનૈતિક સંતાન કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને દત્તક લઈ બેસે છે.
ટેલિવિઝન અને ફિલ્મોમાં પડદા પર અનેક મજબૂત માતાનાં પાત્રો દર્શાવવામાં આવ્યાં છે ત્યારે દૂસરી મામાં યશોદાનું પાત્ર તેની માતૃત્વની સહજ વૃત્તિ અને છેતરાવા પર લાગેલી ઠેસ વચ્ચે તે જે રીતે સંતુલન જાળવે છે તે તેને અજોડ બનાવે છે. માતૃત્વની થીમમાં તેને આ અજોડ પાત્ર બનાવે છે.
પતિના ભૂતકાળ સાથે નિભાવવા માટેનો તેનો પ્રવાસ અને કૃષ્ણા માટે પોતાના પરિવાર અને સમાજ સામે ઊભા રહેવાની તેની હિંમત આ શોને ભારતીય ટેલિવિઝન પર સૌથી ફેવરીટ ફેમિલી ડ્રામામાંથી એક બનાવે છે.
આ મધર્સ ડે પર જયપુરમાં મુખ્ય કલાકાર યશોકા (નેહા જોશી) અને કૃષ્ણા (આયુધ ભાનુશાલી) તેમનાં પાત્રો અને પડદા પર અને બહાર તેમનાં બંધન વિશે વાત કરે છે.
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “દૂસરી મા માતૃત્વની અતુલનીય લાગણીઓની ઉજવણી કરે છે. મુખ્ય પાત્ર યશોદા જીવનના પડકારો થકી પોતાના સંતાન માટે આધાર દર્શાવે છે. સંતાન માટે તેનો પ્રેમ લોહીના સંબંધોથી પાર છે અને તે પોતાના પુત્ર કૃષ્ણાનું રક્ષણ કરવા કોઈ પણ હદે જઈ શકે છે.
યશોદા આગઝરતી, પોષક માતા છે અને પોતાના ત્રણ સંતાન કૃષ્ણા (આયુધ ભાનુશાલી), આસ્થા (અદ્વિકા શર્મા) અને નુપૂર (અન્યા ગલવાન)ની સુરક્ષા અને કલ્યાણની ખાતરી રાખવા માટે કશું પણ કરી શકે છે. યશોદા તેના બધા સંતાનને સમાન અને નિષ્પક્ષ ગણે છે. તેમની અંદર ઉત્તમ મૂલ્યોની કેળવણી કરે છે અને પરિવારને એકત્ર રાખે છે. તે સ્વતંત્ર, મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી મહિલા છે, જેને માટે સંતાન તેની દુનિયા છે, જે તેને અનન્ય માતા બનાવે છે.”
તે ઉમેરે છે, “મને લાગે છે કે આ અસલ જીવન અને પડદા પર પણ મજબૂત ભૂમિકામાંથી એક છે. આ ત્રણ વહાલા સંતાનની માતાની ભૂમિકા મને માતૃત્વનું ભાન કરાવેછે. અમે જયપુરમાં અમારા શો માટે શૂટિંગ કરી રહ્યા છીએ અને તેઓ જોડે હોવાથી ઘર જેવું વાતાવરણ લાગે છે.
અમે રમત રમીને, વાર્તાલાપ કરવા અને રિહર્સલ કરવામાં ભરપૂર સમય વિતાવીએ છીએ. અમને રજા હોય ત્યારે આ ગુલાબી શહેરમાં ફરીએ છીએ અને અહીંથી વાનગીઓ અજમાવીએ છીએ. અમારું જોડાણ હંમેશાં અત્યંત વિશેષ રહ્યું છે. અસલ જીવનમાં પણ હું તેમને મારા સંતાનની જેમ રાખું છું. ”
દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “કૃષ્ણા અને યશોદા અતુલનીય જોડાણ ધરાવે છે. તે કૃષ્ણા માટે બતાવે છે તે પ્રેમ, વહાલ અને આધાર માતૃત્વની ખરા અર્થમાં વ્યાખ્યા કરે છે. પરિવાર કૃષ્ણાને તેમને સંતાન તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી અને તેમના જીવનમાંથી તેને બહાર ફેંકવા માટે દરેક શક્ય રીત અજમાવી રહ્યા છે ત્યારે યશોદા કૃષ્ણાને સંરક્ષિતરાખવા અને તેને સામાન્ય અસ્તિત્વ પૂરું પાડવા માટે સર્વ મુશ્કેલીઓ સામે લડે છે.”
તે ઉમેરે છે, “હું નેહા જોશીજીને અમારા અત્યંત નિકટવર્તી જોડાણને લઈ વહાલથી પડદાની પાછળ આઈ (માતા) તરીકે તેડું છું. તે મારું બહુ ધ્યાન રાખે છે અને મારી હંમેશાં સંભાળ રાખે છે. અમે જયપુરમાં એકબીજા સાથે ભરપૂર સમય એકત્ર વિતાવીએ છીએ. મારી આસપાસ હોવાથી મને બેહદ ખુશી થાય છે અને સારું લાગે છે. તે હોય ત્યારે કંટાળો આવતો નથી અને અમને એકબીજાનો સંગાથ ગમે છે.”