TVS આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર રૂ. 30,000 સુધી કેશબેક અને આકર્ષક ઓફર્સ
ગુજરાત, 09 ઓક્ટોબર, 2024: તહેવારોની મોસમ આનંદ અને ઉજવણી લઇને આવે છે ત્યારે ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી વાહન નિર્માતા કંપની ટીવીએસ મોટર કંપનીએ તેના ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર વેરિઅન્ટ્સ ઉપર રૂ. 30,000 સુધીના વિશેષ ફેસ્ટિવ કેશબેક જાહેર કર્યાં છે.
આ આકર્ષક ઓફર્સ પસંદગીના રાજ્યોમાં 31 ઓક્ટોબર, 2024 સુધી ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને ભારતના પસંદગીના ફેમિલી ઇવીને માત્ર રૂ. ૯૦૭૩૪ (ગુજરાત એક્સ-શોરૂમ પ્રાઇઝ) ઉપર ખરીદવાની તક આપે છે. Celebrate the Festive Season with Exciting Offers on TVS iQube Electric Scooter with Cashback up to Rs. 30,000.
ટીવીએસ આઇક્યુબ એસ વેરિઅન્ટ માટે તમિળ નાડુ, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, ઓરિસ્સા અને મહારાષ્ટ્રના ગ્રાહકો વધારના કોઇપણ ખર્ચ વગર રૂ. 5,999ના મૂલ્યની 5 વર્ષ/70000 કિમીની એક્સટેન્ડેડ વોરંટી મેળવી શકે છે.
આ ઉપરાંત પસંદગીના રાજ્યોમાં ટીવીએસ આઇક્યુબ 2.2 kWh વેરિઅન્ટ ઉપર રૂ. 17,300 સુધી અને 3.4 kWh વેરિઅન્ટ માટે રૂ. 20,000 સુધીની કેશબેક ઓફર ઉપલબ્ધ છે. 15 જુલાઇ, 2022 પહેલાં ટીવીએસ આઇક્યુબ એસટી વેરિઅન્ટ પ્રી-બુક કરાવનાગર ગ્રાહકો પણ 5.1 kWh અથવા 3.4 kWh એસટી વેરિઅન્ટ્સની ખરીદી ઉપર રૂ. 10,000 લોયલ્ટી બોનસનો લાભ મળી શકશે.
આ ઉપરાંત આકર્ષક રિટેઇલ ફાઇનાન્સ ઓફર્સ પણ ઉપલબ્ધ છે, જેમકે પસંદગીના બેંક કાર્ડ્સ ઉપર રૂ. 10,000 સુધી કેશબેક, રૂ. 7,999નું નીચું ડાઉન પેમેન્ટ અને રૂ. 2,399ની શરૂઆતી કિંમતે ઇએમઆઇ વિકલ્પો વગેરે આ તહેવારની સિઝનમાં ટીવીએસ આઇક્યુબને આકર્ષક બનાવે છે.
આ ઓફર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને વધુ લાભદાયી બનાવે છે તેમજ ટીવીએસ મોટર કંપનીની ટકાઉપણા અને ઇનોવેશન માટેની કટીબદ્ધતાને બળ આપે છે.