ગીતા રબારીના પ્રેરણાત્મક થીમ ગીત સાથે માતૃત્વ દિવસની ઉજવણી
નવી દિલ્હી, ગ્રાહકોના હેલ્થ અને હાઈજીનમાં વૈશ્વિક આગેવાન રેકિટ દ્વારા સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ૫ (અર્થાત, નવી માતાઓ અને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વસંભાળ) પહેલ રજૂ કરવા માટે પ્લાન ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. આ પહેલ ગુજરાતમા ભાવનગર અને ગિર સોમનાથ, ધુળે,
મહારાષ્ટ્રમાં ધુળે અને વાશિમ તથા રાજસ્થાનમાં રાજસામંદમાં માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવા પ્રત્યે કેન્દ્રિત છે. celebration of motherhood with an inspiring theme song by the renowned folk singer Geeta Rabari
સ્વસંભાળની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વ્યાખ્યા પર આધારિત પ્રોજેક્ટ સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરવા, રોગ નિવારવા અને સુખાકારીનું વ્યવસ્થાપન કરવા માટે નાગરિકો, પરિવારો અને સમુદાયોની ભૂમિકા ઓળખે છે.
તેનું લક્ષ્ય નવી માતાઓની એકંદર સુખાકારી બહેતર બનાવવાનું અને સ્વાસ્થ્ય એ સૈદ્ધાંતિક અધિકાર છે તેને સમર્થન આપતાં સ્વસંભાળને બાળપણના વિકાસમાં જોડવાનું છે.
આ પહેલ પારંપરિક નૃત્યનાટિકાઓ, વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને લોકોના ઘેરબેઠા મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્યની માહિતી અને સેવાઓ પહોંચાડવા માટે ઘેર ઘેર સહભાગ સહિત નવીન પહોંચ કાર્યક્રમો થકી ગ્રામીણ સમુદાયોમાં યુવા માતાઓને સહભાગી કરે છે. આ સીધો અભિગમ હેલ્થ ફોર ઓલ પ્રત્યે સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કટિબદ્ધતા સાથે સુમેળ સાધતાં દરેક પરિવારમાં સ્વસંભાળ અને સ્વાસ્થ્ય શિક્ષણ પહોંચે તેની ખાતરી રાખે છે.
આ કાર્યક્રમની આ પ્રદેશોમાં વ્યાપક પહોંચ માતાઓ અને સંભાળકર્તાઓને સશક્ત બનાવવામાં મદદરૂપ થઈને તેમને પોતાના અને તેમના સંતાનના સ્વાસ્થ્યનો અસરકારક રીતે હવાનો સંભાળી લેવા માટે અભિમુખ બનાવે છે.