“ભાભીજી ઘર પર હૈ”નાં 8 વર્ષ અને 2000 એપિસોડની ઉજવણી કરાઈ
એન્ડટીવી પર બધાને સ્પર્શતો કોમેડી શો ભાભીજી ઘર પર હૈ માટે બમણી ઉજવણી છે. હાસ્ય અને ખુશીના આ પ્રવાસે સાથે શોએ 8 વર્ષ સાથે 2000 એપિસોડ પણ પૂરા કર્યા છે. આ કોમેડી શોએ પેટ પકડાવીને હસાવનારાં પાત્રો અને વાર્તા સાથે તેના દર્શકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું છે અને આ બે સિદ્ધિ શોની ભરપૂર લોકપ્રિયતાનો દાખલો છે.
શોની સફળતા પર પ્રોડ્યુસર એડિટ II પ્રોડકશન્સના સંજય કોલહીએ જણાવ્યું હતું કે, “અમારા બધાને માટે આ ગૌરવશાળી અવસર છે, કારણ કે અમે 8 વર્ષ અને 2000થી વધુ એપિસોડ પૂર્ણ કર્યા ચે. આ પ્રવાસ બહુ જ પરિપૂર્ણ અને પુરસ્કૃત રહ્યો છે. શોએ લાખ્ખો લોકોનાં મન જીતી લીધા છે અને ટેલિવિઝન પર ઉત્તમ કોમેડી શો તરીકે દરજ્જો પ્રાપ્ત કર્યો છે. શો અદભુત કોમેડી કન્ટેન્ટ સાથે દરેક માટે ખુશી અને સ્મિત લાવે છે અને રોજ ઉજવણી હોય છે.
જોકે આવા અવસરો અત્યંત વિશેષ હોય છે, કારણ કે તે અમારા દર્શકોનું અન્ય કોઈ નહીં તે રીતે મનોરંજન કરીને યોગ્ય એ જ કરવાની અમારી માન્યતા પર ફરી ભાર આપે છે. આ મોજમસ્તી અને હાસ્યનો પ્રવાસ રહ્યો છે. મને એડિટ II અને એન્ડટીવીના બધા કલાકારો અને ક્રુ વિશે ગૌરવની લાગણી થાય છે અને તેમને આ શ્રેય આપું છું. તેમની સખત મહેનત અને સફળતા માટે દરેકને મનઃપૂર્વક અભિનંદન આપું છું. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે અમારા દર્શકો સતત બેસુમાર પ્રેમ, આધાર અને સરાહના અમને આપી રહ્યા છે.”
વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતો આસીફ શેખ કહે છે, “2000 એપિસોડ અને આઠ લાંબાં વર્ષ અમારા બધાને માટે મોટી સિદ્ધિ છે. અમને શીખ, હાસ્ય અને ખુશીથી ભરચક આ અદભુત પ્રવાસ જોવાનું બહુ ગૌરવજનક અને આનંદદાયક લાગે છે. મને આ સુંદર ટીમનો હિસ્સો બનવા મળ્યું તેની ખુશી છે અને આ શોમાં મારો હિસ્સો ભજવવા મને તક આપનારા અને વિભૂતિ નારાયણ મિશ્રા તરીકે દર્શકોનું મનોરંજન કરવાની તક આપવા માટે પ્રોડ્યુસરો અને ચેનલનો હું આભારી છું.
મેં આઠ વર્ષમાં ભજવેલાં દરેક મોજીલાં પાત્રની દર્શકો દ્વારા સરાહના કરવામાં આવી છે અને તેમની સાથે ઉત્તમ સુમેળ સાધ્યો છે. દરેક પાત્ર અનોખું તરી આવે છે અને દર્શકોને તેમના ફેવરીટ્સ પણ મળ્યા છે. ઘણાં બધાં અલગ અલગ પાત્રો ભજવવાનું આસાન નથી, પરંતુ આજે હું પાછળ જોઉં છું ત્યારે મોટી સિદ્ધિ હાંસલ કરી છે એવું લાગે છે.
અમે ઘણું બધું કર્યું છે અને હજુ ઘણું કરવાનું બાકી છે. આ સિદ્ધિ માટે ટીમને અભિનંદન. દર્શકોએ અમને ભરપૂર પ્રેમ અને સરાહન આપ્યા છે. મારી 50 વર્ષની ઉંમરે મને 30 વર્ષના વિભૂતિની ભૂમિકા ભજવવા મળી રહી છે અને આવા અદભુત કલાકારોનો હિસ્સો હોવાનું ભાગ્યશાળી લાગે છે.”
અંગૂરી ભાભીનમી ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “અમારા બધાને માટે આ વિશેષ અવસર છે. શોએ મને ભરપૂર નામના, પ્રેમ, પ્રસિદ્ધિ અને યાદો આપી છે. હું ભાભીજીની ટીમનો હિસ્સો બનવાના મોટા માટે પોતાને આશીર્વાદરૂપ માનવા સાથે ગૌરવ પણ મહેસૂસ કરું છું. ટીમની એકધારી સમર્પિતતાનાં આ ફળ છે. અમારા પ્રોડ્યુસરો, બધા કલાકારો અને ક્રુ અને વફાદાર ચાહકો અને દર્શકોને અભિનંદન. મારી પર વિશ્વાસ મૂકવા માટે અને મને તક આપવા માટે ચેનલ અને અમારા પ્રોડ્યુસરો સંજય કોહલી અને બિનાયફર કોહલીની હું આભારી છું. અંત હું વહાલા દર્શકો અને ચાહકોએ આ શોને ભવ્ય સફળ બનાવવા માટે પ્રેમ અને ટેકો આપ્યા તે માટે તેમનો પણ આભાર.”
મનમોહન તિવારીની ભૂમિકા ભજવતો રોહિતાશ ગૌર કહે છે, “2000 એપિસોડ પૂર્ણ કરવા માટે અને આઠ વર્ષની સિદ્ધિએ પહોંચવા માટે ટીમના દરેકને અભિનંદન. અમારા બધાને માટે આ મોટો અવસર છે અને અમે ઉજવણીના ભાગરૂપે કેક- કટિંગ પણ કર્યું હું. શો માટે મને ભરપૂર પ્રેમ છે અને મારી કારકિર્દીને આકાર આપ્યો છે અને મને અદભુત દર્શકો આપ્યા છે. મનમોહન તિવારીની ભૂમિકા ભજવવાની મને બહુ મજા આવી રહી છે અને દર્શકો સ્ક્રીન પર પણ મને જોઈને આનંદ મેળવે છે તેની ખુશી છે. અમારા પ્રોડ્યુસરો, બધા કલાકારો અને ક્રુને આ સફળતા માટે અભિનંદન. અને સતત ટેકો અને પ્રેમ આપનારા અમારા દર્શકોને પણ અભિનંદન,”
અનિતા ભાભીની ભૂમિકા ભજનતી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મને સ્મિત ફેલાવવાનું ગમે છે અને આ શોએ મને તે કરવામાં મદદ કરી છે. મારે માટે આ ટ્રિપલ ઉજવણી છે. હું ગયા વર્ષે ભાભીજી ઘર પર હૈમાં જોડાઈ હતી, પરંતુ શોમાં જોડાઈ ત્યારથી યુગયુગથ જોડાઈ છું એવું લાગે છે. હું મજબૂત અને સ્વતંત્ર અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છું અને 2000 એપિસોડ પૂર્ણ કર્યા અને આઠ વર્ષ પણ પૂર્ણ કર્યાં તે અંગત સિદ્ધિ જેવું લાગે છે. આ સિદ્ધિ માટે દરેકને અભિનંદન. બધા દર્શકોના ભરપૂર પ્રેમ અને સરાહના માટે તેમની આભારી છું. અમને આગળ પણ આ રીતે જ પ્રેમ કરતા રહો અને ભાભીજી ઘર પર હૈ જોતા રહો.”