અમદાવાદ રેલવે મંડળ પર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ કોમ્યુનિટી હોલ સાબરમતી, પરેડ ગ્રાઉન્ડ સરસપુર, ડીઝલ શેડ સાબરમતી, રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ અને રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ગાંધીધામ ખાતે સવારે 06.45 થી 08.00 સુધી યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ડિવિઝનના કોમ્યુનિટી હોલ સાબરમતીમાં યોગગુરુ શ્રી જી.એન.કપૂરના માર્ગદર્શન હેઠળ, રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણકુમાર જૈને જણાવ્યું હતું કે આપણે દરરોજ અડધો કલાક યોગ કે કસરત કરવી જોઈએ.જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો કસરત/યોગ કરતા નથી.અને રોગોથી પીડાય છે.
રોગોથી બચવા અને સ્વસ્થ રહેવા માટે યોગ/વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગને માત્ર રેલવે કર્મચારીઓએ તેમના રોજિંદા જીવનમાં અપનાવવો જોઈએ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ આ માટે પ્રેરિત કરવા જોઈએ જેથી દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે.
યોગાભ્યાસના આ કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન, વરિષ્ઠ મંડળ કર્મચારી અધિકારી શ્રી હર્ષદ કુમાર વાણિયા, વિવિધ મંડળો ના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડળ કર્મચારી અધિકારી શ્રી હર્ષદકુમાર વાણિયાના માર્ગદર્શન હેઠળ કલ્યાણ નિરીક્ષકની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું