તહેવારની જેમ બુર્જ ખલીફા પર કિંગ ખાનના બર્થ ડેની ઉજવણી
મુંબઈ, ૨ નવેમ્બરના રોજ શાહરૂખ ખાનના જન્મદિવસ પર બુર્જ ખલીફા રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાનને તેમના ૫૭મા જન્મદિવસ પર વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. દુબઈની સૌથી પ્રતિષ્ઠિત અને અને ઊંચી ઈમારતના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બોલીવુડના બાદશાહને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે.
બુર્જ ખલીફા પર ‘હેપ્પી બર્થ ડે શાહરૂખ’ અને ‘હેપ્પી બર્થ ડે પઠાન’ ફ્લેશ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ શાહરૂખ ખાનનો એક ફોટો દર્શાવવામાં આવ્યો હતો, જેના પર વી લવ યૂ લખવામાં આવ્યું હતું.
શાહરૂખ ખાનના જન્મદિવસની સાથે સાથે બુર્જ ખલીફા તેમના માટે ખાસ આદર સન્માન સાથે રોશનીથી ઝગમગાટ કરે છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં શાહરૂખ ખાનને બુર્જિલ હોલ્ડિંગ્સ માટે બ્રાન્ડ અભિયાન શરૂ કર્યું હતું. બુર્જિલ હોલ્ડિંગ્સ UAEનું સૌથી મોટું ખાનગી આરોગ્ય સેવા ઓપરેટર છે.
UAE હોસ્પિટલના ઓપરેટરે શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શામેલ કર્યા છે. જે ઓમાન અને UAEમાં બુર્જિલ, મેડિયોર, LLH, લાઈફકેર અને તાજમીલ બ્રાન્ડ હેઠળ ૩૯ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરે છે.
શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર તેમના ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ‘પઠાન’નું ટીઝર જાહેર કર્યું છે, જેની ખૂબ જ આતુરતાથી રાહ જાેવામાં આવી રહી હતી.
વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ઝીરો’ કર્યા બાદ તેઓ ફરી એકવાર મોટા પડદા પર પોતાનો જલવો પાથરશે. ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મહત્ત્વનૂ ભૂમિકા ભજવી રહ્યા છે.
આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. વર્ષ ૨૦૨૩માં તેઓ અન્ય બે ફિલ્મ કરવા જઈ રહ્યા છે- ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘ડંકી’. ફિલ્મ ‘જવાન’ના ડાયરેક્ટર અટલી છે અને નયનથારા આ ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મ ‘ડંકી’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાની છે અને તાપસી પન્નૂ આ ફિલ્મમાં જાેવા મળશે. શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર ફેન્સ સાથે SRK ડે પણ સેલિબ્રેટ કર્યો છે.
આ કાર્યક્રમમાં શાહરૂખ ખાને પોતાના ફેન્સ સાથે વાતચીત કરી છે અને કેક કટ કરી છે. ઉપરાંત તેઓ ગીત ‘છૈંયા છૈંયા’ના તાલે ડાન્સ કરતા પણ જાેવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર ‘મન્નત’ની બહાર ફેન્સની ભારે ભીડ જાેવા મળી હતી. શાહરૂખ ખાને આ ભીડનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.SS1MS