દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ની ઉજવણી
અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં પણ જનભાગીદારી થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના પીરાણા ગામ ખાતે અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ અને શ્રી બાબુભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકાના બે વીર શહીદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નિવૃત્ત જવાન અને તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મીઓનું પણ સનમાન કરાયું હતું.
હાજર ગ્રામજનોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પંચ પર્ણ પ્રતિજ્ઞા લીધી હતી અને ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સ્થાનિક સરપંચ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.