Western Times News

Gujarati News

દેવગઢ બારીયા નગરપાલિકા સ્થાપના દિવસની રંગે ચંગે ઉજવણી

(પ્રતિનિધિ) દેવ.બારીઆ, દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સ્થાપના દિવસ ઉજવવાનો કાર્યક્રમ દિવસનો એક દેવગઢ ફેસ્ટિવલ ૨૦૨૩ નું આયોજન નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ આજરોજ ૨૦ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, શંકરભાઈ અમલીયાર જીલ્લા ભાજપ પ્રમુખ, રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવીજી, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મીબેન સોની ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યા કારોબારી અધ્યક્ષ સર્જનબા ગોહિલ અને દેવગઢબારીયા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારત દેશ આઝાદ થયો જેમાં ગ્રહનું શાસન ચાલી રહ્યું હતું જેમાં ખેડૂતો પર આકરા કર લાગતા હતા ઝૂંપડાઓને સ્થાનિક પાયાની સુવિધા વસવાટમાં રૂપાંતર થયો હતો. પૂર્તિ પાયાની સુવિધા મળે અને નગરો શું આયોજિત અને સ્વચ્છ થાય તે માટે સરકાર દ્વારા મુંબઈ નગર અધિનિયમ ૧૯૧૫ માં અસ્તિત્વમાં આવ્યો હતો. જે દેવગઢબારિયા નગરનો દરજ્જાે ૧૯૧૫ માં મળ્યો હતો. ૨૦ જાન્યુઆરી ૧૯૧૫ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ એટલે ૧૦૮ વર્ષ પૂર્ણ કરી ૧૦૯માં વર્ષમાં પ્રવેશ મેળવતા નગરની ૧૦૯ માં વર્ષની ભવ્ય ઉજવણી નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.

૧૯૫૧ થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. આ નગર પંચાયતના પ્રથમ પ્રમુખથી અત્યાર સુધીના પ્રમુખોનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓલ ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવી હતી સાથે નગરનો સ્થાપના દિવસ ત્રણ દિવસ કાર્યક્રમમાં યોજવામાં આવશે. જેમાં આજે સ્વચ્છતા અને નગરની જાગૃતિ માટે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફનફેર અને સાંત્વની ત્રિવેદી બહાદુર ગઢવી અને રમેશ મીર દ્વારા ભવ્ય સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ દેવગઢ ફેસ્ટિવલ ત્રણ દિવસીયક ભરપૂર કાર્યક્રમ દેવગઢબારિયા સ્થાપનાની ઉજવણી અંતર્ગત થનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.