Western Times News

Gujarati News

કલ્યાણી શાળામાં ગાંધીબાપુની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી

(પ્રતિનિધિ) વલસાડ, બીજી ઓક્ટોબર આપણા પ્યારા રાષ્ટ્રપિતા ગાંધીબાપુની ૧૭૩ મી જન્મ જયંતી. શાળામાં એની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. ગાંધી વિચાર ગાંધી મૂલ્યોનો બાળકોમાં પ્રચાર પસાર થાય બાળકો તેને અપનાવે તે હેતુસર શાળાના શિક્ષકો એ એક પહેલ સ્વરૂપે રવિવારે શાળામાં ઉપસ્થિત રહીને અનોખી રીતે ગાંધી વંદના કરી હતી.

સૌપ્રથમ ધોરણ-૯ બ ની વિદ્યાર્થીઓએ ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…અને ધૂન રઘુપતિ રાઘવ રાજારામ ….’રજૂ કરી હતી. આ સમયે આશ્ચર્યજનક રીતે ગાંધીબાપુ ખુદ એમની જન્મ જયંતી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈએ દાંડી કુચ વખતે પ્રચલિત ખૂબ પુરાણું ભજન શાને હઠીલા થાવ રે મોહનજી શાને હઠીલા થાવ રે…મધુરકંઠે રજૂ કર્યું હતું.

શિક્ષક મિત્રો રોહિતભાઈ અને નીતિનભાઈએ ગાંધી વિશેની રસપ્રદ વાતો રજૂ કરી હતી. સંકેતભાઈએ ગાંધી સૌ પ્રથમ ચલણી નોટ ઉપર અને ટપાલ ટિકિટ સ્વરૂપે દેશમાં અને વિદેશમાં ક્યારે આવ્યા તેની પાવરપોઈન્ટ પ્રેઝન્ટ સુધી ઝલક રજુ કરી હતી. સ્મિતાબેને વિદેશમાં ગાંધી .ની રજૂઆત કરી હતી.

એલિઝાબેથે આઝાદી પહેલાંના ગાંધી ની ઝાંખી પીપીટી દ્વારા દર્શાવી હતી મયુરભાઈએ આઝાદી પછી ગાંધી વિચારને પોતાના વક્તવ્યમાં રજૂ કર્યો હતો. રસવંતી બેને વિદેશમાં ગાંધી વિચાર …ની ઝાંખી રજૂ કરી હતી ભાનુભાઈ અને મનોજભાઈએ વિશ્વની મહાન વિભૂતિઓએ રજુ કરેલ ગાંધીજી વિશેના પ્રસિધ્ધ કવોટ રજૂ કર્યા હતા.

હેતલબેન,ધરતીબેન, મીનલબેન કુણાલભાઈ અને મહેશભાઈએ બાળકો સાથે પ્રભાતિયા રજૂ કર્યા હતા. રસવંતીબેને ગાંધી ગીત બાપુના પાઠ તમે…ઘેલા હો માનવી ગાયું નિહારીકાબેન, મીનલબેન અને જગદીશભાઈએ ગાંધી ચિત્રો અને રંગોળી બનાવી હતી. ધોરણ ૧૨ બના વિદ્યાર્થી મહમદ કૈસ મહમદ ફૈઝે ગાંધી બનીને હવે વિદ્યાર્થીઓએ શું કરવું તેના ૧૦ મુદ્દાઓ રજૂ કર્યા હતા.

આચાર્યશ્રી સુનિલ પટેલે ચરખો એ નિઃશસ્ત્ર પ્રતિકારનું એક પ્રતીક છે એટલું જ નહીં એ ધ્યાનનો પણ એક સાધન છે” એવું રોનાલ્ડ ડંકન ની વાત રજૂ કરી અને ગાંધીના મૂલ્યો એમના પાંચ એકાદશ વ્રતો…એમના પર લખાયેલા પુસ્તકોની જાણકારી આપી અને રમુજી શૈલીમાં મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ જ્યારે જ્યારે આપણને કચરો ફેંકીએ ગંદકી કરીએ ભ્રષ્ટાચાર આચર્યેએ, પરીક્ષામાં ચોરી કરીએ ત્યારે  ગાંધી આપણને દેખાવા જાેઈએ એવી વાત રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે- ગાંધી એટલે જિદ,ગાંધી એટલે ચળવળ, ગાંધી એટલે ક્રાંતિ ગાંધીની મુખ્ય વિભાવનાઓનો પંચ સિદ્ધાંત વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને અંતે એમના મૃત્યુ સમયે વલસાડના સાહિત્યકાર ઉશનસ દ્વારા રચાયેલ કાવ્યનું પઠન એવા ગાંધી અમે જાેયા…કર્યુ હતું.

શ્રીમતી કંચનબેન આભાર વિધિ રજૂ કરી હતી સંજયભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કુ. વિશાખા શર્મા અને કુ. તૃપ્તિપટેલની મદદથી કર્યું હતું. એક અનોખો સુંદર અને જ્ઞાનસભર સફળ કાર્યક્રમ બાળકોએ નિહાળ્યો હતો અને કબૂલ્ય હતું કે જરૂરિયાતની લાગણીથી ગાંધીનું સ્થાન નથી બનતું પરંતુ ઊંડાણમાં જઈને વિચારવાથી, વિચારવાની રીત બદલવાથી ગાંધીનું સ્થાન બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.