Western Times News

Gujarati News

ગોવિંદભાઈ ધોળકીયાના  વતન લાઠી-દુધાળામાં ગોવિંદભાઈ રાજયસભાના ઉમેદવાર બનતા ઉજવણી

અમરેલી, ગુજરાતના અગ્રણી હીરા ઉધોગપતી અને દુધાળા ગામના વતની ગોવિંદ ધોળકીયાનું નામ ભાજપ દ્વારા રાજયસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેમના ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

લાઠી અને દુધાળા ગામના લોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેચીને ઉજવણી કરાઈ હતી. લાઠી ખાતે ગોવિદ ધોળકીયા દ્વારા સંચાલીત લાલજી દાદાનો વડલો હોસ્પિટલમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ગોવિંદ ધોળકીયા ગોવિદ ભગતનાં ઉપનામથી પણ જાણીતા છે. તેમણે પોતાના ગામ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે.

તેઓ લાલજી દાદાનો વડલો હોસ્પીટલમાં શૈક્ષણીક સંસ્થાઓ અને અન્ય સામાજીક સંસ્થાઓ સાથેસંકળાયેલા છે.અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયા અને ભાજપ દ્વારા લાઠી અને દુધાળા ગામમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના લોકો ઉપરાંત ભાજપના કાર્યકયરો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહયા હતા. ગોવિંદ ધોળકીયાની રાજયસભાની ઉમેદવારી ગુજરાતના હીરા ઉધોગગ્ અને સમાજ માટે ગૌરવની બાબત ગણાય છે.

તેમના ગામના લોકો તેમનાથી ઘણી અપેક્ષા રાખે છે. અને તેમને વિશ્વાસ છે કે તેઓ રાજયસભામાં ગુજરાત અને તેમનાં ગામનું યોગ્ય પ્રતીનીધીત્વ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.