સાયલી એસએસઆર કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસના સાયલી સ્થિત આવેલી એસએસઆર કોલેજમાં હર્ષોલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંઘપ્રદેશ દીવથી પધારેલા બ્રહ્મકુમારી ગીતાબહેનનું સ્વાગત એસએસઆર કોલેજ ઓફ આર્ટસ, કોમર્સ અને સાયન્સના પ્રાચાર્ય ડો. રાજીવસિંહે કર્યુ હતું.
ત્યારબાદ બ્રહ્મકુમારી ગીતાબહેને એસએસઆરના તમામ શિક્ષકોને સંબોધ્યા હતાં.અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત બદલાતા સમાજમાં મહિલાઓની ભૂમિકા વિષયે ગીતાબહેન દીદીએ પોતાના વિચારો રજુ કર્યા હતાં. બ્રહ્મકુમારી – સેલવાસ કેન્દ્રમાંથ દીદી સુરેખાબહેન અને દીદી કેતકીબહેન ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો થકી બધાને આકર્ષિત કર્યા હતાં.
આ અવસરે સંસ્થામાં તમામ કોલેજાેના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. એસએસઆર કોલેજ ઓફ એજયુકેશના આચાર્ય ડો. મીના ફુટેએ તમામને સંબોધન કરતા બ્રહ્મકુમારી ગીતાબહેન, બ્રહ્મકુમારી સુરેખાબહેન તથા બ્રહ્મકુમારી કેતકીબહેનની ઉપસ્થિતિને સંસ્થા તરફથી તેમનો આભાર માન્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં ડો. સારિકા પટેલે તમામનું સ્વાગત કર્યુ હતું. આસીસ્ટન્ટ પ્રો. શ્રીમતી વીનુ અગ્રવાલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધી ડો. અલ્પના શર્માએ કરી હતી. એસએસઆર પરિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ મહિલાઓને શુભકામના પાઠવી હતી.