બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં રંગોત્સવ (હોળી ધુળેટી) પર્વની ઉજવણી
(પ્રતિનિધિ) બાયડ, પાલડી પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૦ વર્ષ થી રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ નિમિત્તે પાણી બચાવોના સંકલ્પ લેવામાં આવે છે. બાળકો ને સુકા રંગો સાથે તિલક હોળી રમીને એકબીજા પર રંગ છાટે છે. સાથે શાળા ના શિક્ષકો પણ બાળકો સાથે ખુબજ હર્ષોલ્લાસ થી રંગોત્સવ પર્વની ઉજવણી કરે છે. શાળાના બાળકો અને શિક્ષકો ગરબા, ટીમલી અને હોળીના ગીત સાથે હોળી પર્વની ધામઘુમ થી ઉજવણી કરે છે.
શાળાના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની ધ્વારા બાળકોને હોળી પર્વ વિશેની વિશેષ સમજૂતી આપવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બાયડ ધ્વારા તથા પાલડી શાળાના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવે છે.