Western Times News

Gujarati News

જીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા : રાજ્યપાલ

તમામ લોકો એકતાના તાંતણે બંધાઈનેપરસ્પર ભાઈચારાથી રહીએ અને સમર્પણભાવથી એકબીજાના થઈએ તો ખૂબ સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેજીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા. જે સમાજપરિવાર અને દેશના લોકોમાં એકતા હોયએકબીજાના સુખના સાથી બનેએકબીજાની ભાવનાનું સન્માન કરે અને એકબીજા સાથે હળી-મળીને રહે તે સમાજ હંમેશા સુખપૂર્વક વિકાસ અને ઉન્નતિ કરે છે. Celebration of the Foundation Day of various states in the presence of the Governor at Raj Bhavan

રાજભવનમાં  મહર્ષિ દયાનંદ સભામંડપમાં આસામદીવદમણદાદરા-નગર હવેલીમણિપુરમેઘાલયનાગાલેન્ડત્રિપુરા અને ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશના લોકો વિવિધ રાજ્યોની સંસ્કૃતિખાન-પાન,

 પહેરવેશભાષા અને બોલીથી પરિચિત થાય તેમજ એક ભારત-શ્રેષ્ઠ ભારત‘ ના વિઝનને વ્યવહારિક સ્વરૂપ મળે તે માટે દેશના તમામ રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છેજેમાં તે રાજ્યમાં રહેતા અન્ય રાજ્યના નાગરિકો સહભાગી બને છે.

રાજયપાલશ્રીએ ઉમેર્યું કેતમામ રાજ્યોની સાંસ્કૃતિક પરંપરાસંગીતભાષાબોલી ભિન્ન છે. તમામ લોકો એકતાના તાંતણે બંધાઈનેપરસ્પર ભાઈચારાથી રહીએ અને સમર્પણભાવથી એકબીજાના થઈએ તો ખૂબ સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ,  જ્યાં કોઈ તણાવઝઘડો કે અંતર ના હોય.

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાત-દિવસ પૂર્ણ સમર્પણ સાથે કામ કરીને આપણા દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના રૂપમાં આગળ ધપાવવા માંગે છે. સમગ્ર દેશના યુવાઓમહિલાઓ અને તમામ લોકો તેમાં સહકાર આપે તે જરૂરી છે. આપણા સૌમાં એકતાનો ભાવપરસ્પર ભાઈચારો અને એકબીજાના સહયોગનો ભાવ રહેશે તો આપણે આ લક્ષને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકીશું.

 રાજયપાલશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું કેદરેક પ્રાંતના યુવાન કલાકારોએ તેમની સાંસ્કૃતિક પરંપરાઓનું ખૂબ સુંદર પ્રદર્શન કરીને પરંપરાને જીવંત રાખી છે. અંતે સૌ યુવાનોએ ગુજરાતી ગીતમાં સામૂહિક પ્રસ્તુતિ કરીને આપણા વિવિધતામાં એકતાના ભાવને પ્રદર્શિત કર્યો છે અને આ જ એક ભારત-શ્રેષ્ઠ ભારતની સુંદર અભિવ્યક્તિ છે.

રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું કેજે દેશ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને જીવિત રાખે છેપોતાના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રેમ કરે છેતે હંમેશા અમર બની જાય છેઅને આવનારી પેઢીઓ માટે પ્રેરણા બને છે. દેશને વિશ્વગુરુ બનાવીને સમૃદ્ધ અને વિકસિત ભારતના રૂપમાં આગળ ધપાવતા રાજયપાલશ્રીએ યુવાનોને અપીલ કરી હતી.

મેઘાલયના રાજ્યપાલ શ્રી ચંદ્રશેખર એચ. વિજયશંકર અને ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઇન્દ્રસેન રેડ્ડીએ મેઘાલય અને ત્રિપુરાના સ્થાપના દિવસ નિમિત્તે વિડીયો સંદેશો મોકલ્યો હતો. આ કાર્યક્રમમાં આ બંને રાજ્યોના રાજ્યપાલોના શુભકામના સંદેશ પણ દર્શાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજોમાં ભણતા જે તે રાજ્યોના યુવાન વિદ્યાર્થી કલાકારો દ્વારા પોતાના રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયપાલશ્રીના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર યુવાન કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદરાજયપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા આ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.