AMA દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે પ્રદર્શન અને યુવાનો માટે સ્પર્ધા યોજાઈ

“નીરુભાઈ દેસાઈ- એએમએ સેન્ટર ઓફ ક્લાઈમેટ મેનેજમેન્ટ”ના આશ્રય હેઠળ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એએમએ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “જળ સંરક્ષણ” પર એક પ્રદર્શન અને યુવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી ડૉ. એમ. એચ. મહેતા, શ્રી સેતુ એસ. શાહ; શ્રી વિજય સોલંકી;
અને શ્રી ચંદ્રમૌલી પાઠક દ્રારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જળ સંરક્ષણની આવશ્યકતા વિશે સંબોધન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં અપંગ માનવ મંડળના પચાસથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
અને જળ સંરક્ષણ માટે સર્જનાત્મક વિચારો રજુ કર્યા હતા અને તેમાંથી શ્રેષ્ઠ પોસ્ટરો માટે ઈનામો એનાયત કરવામાં આવેલ. આ પ્રદર્શન આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને એએમેએ દ્રારા ૩ જૂન, ૨૦૨૩ના રોજ બપોરે ૧૨વાગ્યાથી ૧:૦૦ વાગ્યા સુધી “વોટર કન્ઝર્વેશન” પર યુવાનો (૮ થી ૨૦ વર્ષ સુધીનાં) માટે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.