Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં “સ્વાગત કાર્યક્રમ”ની ઉજવણી

(માહિતી) રાજપીપલા, મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી.

આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં “સ્વાગત કાર્યક્રમ”ની ઉજવણી અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તા.૨૭મી એપ્રિલ, ગુરૂવારે સવારે ૧૧=૦૦ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ અધિકારીઓ-અજદારોની હાજરીમાં યોજાયો હતો.

જેમાં જિલ્લાના કુલ ૧૩ અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, કરજણ જળાશય યોજનાના અસરગ્રસ્તોના વળતરનો મુદ્દો, વડિલો પાર્જિત જમીનમાં થયેલા લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો, રેશનકાર્ડ, કે.જે.પી.દુરસ્તી પત્રક, ગ્રામસભાના પ્રશ્નો, ડીશ કનેક્શન અને કેબલ લાઈનના લાઈસન્સના પ્રશ્નો વગેરે રજૂ થયા હતા.

આ તમામ અરજદારોને રૂબરૂ સાંભળી સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ સંતોષકારક લેખિત જવાબ આપી પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

અરજદારોએ પણ પોતાના પ્રશ્નો વહીવટી તંત્રએ સાંભળી રૂબરૂ મુલાકાતનો અવસર આપી તેનો યોગ્ય નિયમાનુસાર નિકાલ અને માર્ગદર્શન પુરૂં પાડતા અરજદારો દ્વારા સંતોષની લાગણી વ્યક્ત કરી સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનો હેતુ માત્ર નાગરિકોની રજૂઆતો ધ્યાને લેવાનો જ નહિં પરંતુ તેથી પણ આગળ વધીને વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે દ્વિપક્ષીય સુમેળભર્યો સંવાદ સાધીને લોકોની અપેક્ષાઓ પૂરી કરી પરિણામલક્ષી નિયમ મુજબ કામગીરી કરવાનો છે. આ પ્રશ્નોનું સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવામાં આવતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.