Western Times News

Gujarati News

નવી આફતમાં ફસાયા ધોની અને ભુવન બામ સહિતના સેલિબ્રિટીઓ

નવી દિલ્હી, જાહેરાત ઉદ્યોગની સ્વ-નિયમનકારી સંસ્થા ASCIએ જણાવ્યું હતું કે જાહેરાતો માટે સેલિબ્રિટીઓ સામે આવતી ફરિયાદોમાં ભારે વધારો થયો છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સેલિબ્રિટી વિરુદ્ધ ૫૦૩ જાહેરાત સંબંધિત ફરિયાદો નોંધવામાં આવી હતી, જે એક વર્ષ અગાઉના ૫૫ કેસ કરતાં ૮૦૩ ટકા વધુ છે. Celebrities including Dhoni and Bhuvan Bam caught up in the new disaster

અહેવાલ મુજબ, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ, હસ્તીઓએ હવે કાયદાકીય રીતે કોઈપણ જાહેરાતનો ભાગ બનતા પહેલા યોગ્ય તપાસ કરવાની જરૂર છે, પરંતુ અમારી પાસે જે ૯૭ ટકા કેસ સામે આવ્યા છે, તેઓ આ તપાસના કોઈ પુરાવા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા છે. આ સેલિબ્રિટીઓમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ૧૦ ફરિયાદો સાથે સૌથી આગળ છે. તેમના સિવાય, પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સામે જાહેરાતની શરતોનું પાલન ન કરવા બદલ સાત કેસ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ અડધા ઉલ્લંઘનો ગેમિંગ, એજ્યુકેશન, હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્‌સ સંબંધિત જાહેરાતોમાં જાેવા મળ્યા હતા. જાહેરાત ઉદ્યોગની આ સંસ્થાને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૮,૯૫૧ ફરિયાદો મળી હતી, જેમાંથી તેણે ૭,૯૨૮ જાહેરાતોની સમીક્ષા કરી હતી. ખાસ વાત એ છે કે લગભગ ત્રણ ચતુર્થાંશ જાહેરાતો ડિજિટલ મીડિયા પર બહાર પાડવામાં આવી હતી.

ASCIએ જણાવ્યું હતું કે, ડિજિટલ મીડિયામાં આવા ઉલ્લંઘનો ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકોની સલામતી અંગે ગંભીર ચિંતા પેદા કરે છે. સંસ્થાએ જણાવ્યું હતું કે, આ (ડિજિટલ મીડિયા પરનું ઉલ્લંઘન) ઓનલાઈન સ્પેસમાં ગ્રાહકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા પેદા કરે છે. ASCI દ્વારા મળેલી તમામ ફરિયાદોમાંથી એક ચતુર્થાંશમાં ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્‌સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક સ્વતંત્ર, સ્વૈચ્છિક સ્વ-નિયમનકારી સંસ્થા હોવાનો દાવો કરે છે તેની ખાતરી કરવા માટે કે ભારતમાં જાહેરાત વાજબી, પ્રમાણિક અને ASCI કોડને અનુરૂપ છે.

IPL ૨૦૨૩ ની શરૂઆત પહેલા ધોનીની એક જાહેરાત આવી હતી, જેમાં તે બસ ડ્રાઈવર બન્યો હતો અને રસ્તાની વચ્ચે બસ રોકે છે. જ્યારે લોકો આ વિશે પ્રશ્નો પૂછે છે, ત્યારે તે ટીવી તરફ ઈશારો કરે છે જેના પર આઈપીએલ મેચ બતાવવામાં આવી રહી છે. તે સમયે પણ આનો વાંધો ઉઠાવતા, છજીઝ્રૈંએ આ જાહેરાતને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાવી હતી અને આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવા અથવા બદલવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ ૨૦૨૦ માં, ધોનીની ટૂથપેસ્ટની જાહેરાત ઉપરાંત, છજીઝ્રૈં એ પંખા, ન્હાવાના સાબુ અને પેઇન રિલીવર જેલની જાહેરાત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.