સેન્સર બોર્ડે ‘વેદા’ને પાસ કરતા નિખિલ અડવાણીને રાહત
મુંબઈ, ડિરેક્ટર નીખિલ અડવાણીની ફિલ્મ ‘વેદા’ હવે તેની પૂર્વનિયત તારીખ, સ્વાતંર્ત્ય દિવસે જ લોકો સુધી પહોંચવા તૈયાર છે, કારણ કે હવે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની રિવાઇઝિંગ કમિટી દ્વારા ક્લીયરન્સ મળી ચૂક્યું છે. કમિટીએ ફિલ્મ જોઈ અને ફિલ્મને યુએ રેટિંગ આપ્યું છે, જેથી હવે આ ફિલ્મ મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચી શકશે.
નીખિલ અડવાણીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે,“હું ખૂબ ખૂબ ખુશ છું, જે રીતે રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મની પ્રશંસા કરી અને તેને યુએ સર્ટિફિકેટ માટે પસંદ કરીને તેને બને તેટલાં વધુ ઓડિયન્સ સુધી પહોંચવા સક્ષમ બનાવી છે.
હું બહુ જ ખુશ હતો જ્યારે તેમણે ભાર મૂક્યો કે તેઓ “આ બહુ મહત્વની કહાણીને અડ્યા પણ નથી” અને માત્ર અમુક ભાષામાં સુધારા કર્યાં હતાં, જેથી તેને યુએ સર્ટિફિકેટ આપી શકાય.” આ અઠવાડિયા પહેલાં ફિલ્મના મેકર્સે રિલીઝ અંગે ચિંતા વ્યક્ત કરીને તેમની સામે સર્ટિફિકેશન બાબતે આવી રહેલાં પડકારો પર સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી.
તો આ વખતે પણ ફિલ્મના ડિરેક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની રિલીઝ ડેટ સાચવવાની ચિંતા જાહેર કરી હતી. ‘વેદા’ અસીમ અરોરા દ્વારા લખવામાં આવી છે, જેમાં એક એક યુવતીની સફર છે, જે રોલ શર્વરી વાઘ કરી રહી છે. આ યુવતી રૂઢિવાદી તંત્રનો સામનો કરે છે અને તેની સામે લડત આપે છે.
જ્યારે અભિષેક બેનર્જી આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. શર્વરીની ન્યાય મેળવવાની સફરમાં જોહ્ન અબ્રાહમ તેની મદદ કરે છે અને તેના માટે હથિયાર બને છે. આ ફિલ્મમાં શર્વરી સાથે તમન્ના ભાટિયા પણ જોવા મળશે અને આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે.SS1MS