Western Times News

Gujarati News

વડોદરામાં વિશ્વામિત્રી નદીના મગરોની વસ્તી ગણતરી કરાશે

વડોદરા, વન્ય પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેલા મગરોની વસ્તી ગણતરી હાથ ધરનાર છે, જેના ભાગરૂપે વડોદરાના અકોટાના સરસયાજીનગર ગૃહ ખાતે વન વિભાગના અધિકારીઓ વિવિધ સંસ્થા ના વોલીએન્ટરોની બેઠક મળી હતી.

હાલ વન વિભાગ વિવિધ એનજીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મળી ૨૫ ટીમ બનાવાઈ છે. જે ટીમ નદીના ૨૫ કિમી ના પટમાં મગરની વસ્તી ગણતરી કરશે.

મગરોની ગણતરીની કામગીરી કોર્પાેરેશન દ્વારા ગીર ફાઉન્ડેશનને આપવામાં આવી હતી અને ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગરમાં આવેલી અને વન્ય પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે અને ગીર ફાઉન્ડેશને આ કામગીરી માટે ચીફ વોર્ડન સાથે સંપર્ક કર્યાે હતો.

તેમની સાથે ચર્ચા થયા મુજબ જે સામાજિક વનીકરણ વડોદરા અને સાથે સાથે વાઇલ્ડ લાઇફ ડિવિઝન નો સંપર્ક કરીને આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના તરફથી પુરેપુરા સહકાર મળ્યો છે. સાથે સાથે વોલિયેન્ટર જે છે એની યાદી પણ સામાજિક વનીકરણ વડોદરા દ્વારા આપવામાં આવી હતી તે મુજબ જે ગ્›પ છે તે મુજબ ટીમ બનાવી એનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ ૨૫ ટીમ બનાવાઈ છે.જે ૨૫ કિમી જેટલી લંબાઈ નો નદીનો પટ છે. એમાં મગરની જે વસ્તી અંદાજિત છે તેની ગણતરી કરવામાં આવશે.

તારીખ ૪ ના રોજ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રશ્નોત્તરી નું સેશન રાખવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જે વિષયના નિષ્ણાંતો છે એ હાજર રહ્યા હતા. વડોદરા ફોરેસ્ટ ડિવિઝન વાઇલ્ડ લાઇફ ડિવિઝન અને સામાજિક વનીકરણનો સ્ટાફ એ પણ હાજર હતો. બંને ડિવિઝન ના સહકારથી અને ગીર ફાઉન્ડેશન સાથે રહીને આ કામગીરી જે છે એ પૂર્ણ કરવામાં આવશે.

તારીખ ૫ અને ૬ ના રોજ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ડે કાઉન્ટિંગ નાઈટ કાઉન્ટિંગ અને બંને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે એનું એનાલિસિસ કરીને જે વસ્તી અંદાજ છે એ નક્કી કરવામાં આવશે. અમારા ફાઉન્ડેશન તરફથી પ્રથમ વખત થઈ રહી છે તેમ ગીર ફાઉન્ડેશન આર એન્ડ બી નાયબ નિયામક રિતેશ ગેહલોતે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.