Western Times News

Gujarati News

ડલ્લેવાલને બળજબરીથી ખસેડવા કે નહીં તે કેન્દ્ર નક્કી કરેઃ ખેડૂતો

ચંડીગઢ, પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર ૩૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી રહી છે ત્યારે ખેડૂત નેતાઓ જણાવ્યું હતું કે તેઓ ગાંધીવાદી માર્ગ અપનાવીને આંદોલન રહ્યા છે અને ડલ્લેવાલને બળજબરીથી ઉઠાવી જવા કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો છે.

ડલ્લેવાલને હોસ્પિટલમાં શિફ્ટ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી તે પછી ખેડૂત નેતાઓ આ નિવેદન આપ્યું હતું. તાજેતરમાં પંજાબ સરકારના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ ડલ્લેવાલને મળી હતી અને મેડિકલ સારવાર લેવાની વિનંતી કરી હતી.

જોકે ડલ્લેવાલે મેડિકલ સારવાર લેવાનો ઇનકાર કર્યાે હતો. રવિવારે ખનૌરી ખાતેથી ખેડૂત નેતા અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કેન્દ્ર પહેલા દિવસથી જ અમારા આંદોલનને બદનામ કરવાનો અને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ખેડૂતો હઠીલા છે તેવો દુષ્પ્રચાર કરી રહી છે, પરંતુ હકીકતમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની માગણીઓ પર ધ્યાન આપી રહી નથી. અમે આ સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ. હવે તે સરકાર અને બંધારણીય સંસ્થાઓ પર નિર્ભર છે કે તેઓ ડલ્લેવાલને હાંકી કાઢવા બળનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં.

અગાઉ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે કોર્ટને એવું લાગે છે કે કદાચ રાજ્ય સરકાર પોતે જ ડલ્લેવાલને કોઈ તબીબી સહાય મળે તેવું ઈચ્છતી નથી. કોર્ટે ૩૧મી ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં ખસેડવાનો પણ આદેશ આપ્યો હતો અને આ ખેડૂત નેતાને મેડિકલ સહાય આપવાનો વિરોધ કરતાં આંદોલનકારી ખેડૂતોના ઈરાદા પર પણ સવાલો ઉઠાવ્યાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.