એપલ હેકિંગ કેસની તપાસના કેન્દ્રએ આદેશ આપ્યા છેઃ વૈષ્ણવ

પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો અને એપલ દ્વારા મળેલા ચેતવણી સંદેશને શેર કરીને સરકારની ટીકા કરી હતી, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ સરકાર પર આવા હેકિંગના આરોપ લગાવે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારા કેટલાક ટીકાકારો છે જે હંમેશા ખોટા આરોપો લગાવે છે.
તેઓ દેશની પ્રગતિ ઈચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું કે એપલે ૧૫૦ દેશોમાં એડવાઈઝરી જાહેર કરી છે એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે અને કંપનીએ તેની સ્પષ્ટતા જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ મામલે સરકારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિપક્ષના કેટલાક નેતાઓએ ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શશી થરૂર અને પવન ખેડા સહિતના કેટલાક વિપક્ષી નેતાઓએ એપલ દ્વારા એક એલર્ટનો ફોટો શેર કર્યો હતો.