કેન્દ્ર બંધારણ, લોકશાહીને નબળી પાડી રહી છે: પ્રિયંકા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Priyanka1-1024x576.jpg)
વાયનાડ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે. વાયનાડ સાંસદ પ્રિયંકાએ મનન્થવાડી વિધાનસભા મતવિસ્તારમાં બૂથ-સ્તરના નેતાઓની બેઠકમાં દાવો કર્યાે હતો કે, દેશ એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં કેન્દ્રની સરકાર ‘ભારતમાં બંધારણ અને લોકશાહીને નબળા પાડવા બધું કરી રહી છે.
તેમણે કહ્યું કે આજે પણ વાયનાડ જિલ્લાના જે લોકો ગયા વર્ષે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા તેમને પૂરતું વળતર મળ્યું નથી.પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે, લોકસભામાં કોંગ્રેસના પ્રયાસોને કારણે જ કેન્દ્ર સરકારે વાયનાડમાં ભૂસ્ખલનને ગંભીર ‘આપત્તિ’ જાહેર કરી છે.”
તેમણે આશા વ્યક્ત કરી કે અસરગ્રસ્ત લોકોને પુનર્વસન માટે વધુ ભંડોળ મળશે. તેમણે વાયનાડ જિલ્લામાં જંગલી પ્રાણીઓના હુમલાને કારણે થયેલા જાનમાલના નુકસાનનો પણ ઉલ્લેખ કર્યાે અને કહ્યું કે આ માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને કારણે થઈ રહ્યું છે.
તે લોકોના જીવનશૈલી પર પણ અસર કરી રહ્યું છે.વાયનાડ સાંસદે કહ્યું કે, “ગઈ વખતે જ્યારે હું વાયનાડ આવી હતી, ત્યારે જિલ્લા વહીવટીતંત્રે કહ્યું હતું કે માનવ-પ્રકૃતિ સંઘર્ષ ઘટાડવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને વધુ ભંડોળની જરૂર છે. મેં તેમને કહ્યું કે આપણે સાથે મળીને કામ કરીશું અને શક્ય તેટલું ભંડોળ એકત્ર કરીને આ સમસ્યાનો ઉકેલ લાવીશું.SS1MS