Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર દરેક પરિવારના એક સભ્યને નોકરી આપી રહી છે

નવી દિલ્હી, હાલ સોશિયલ મીડિયા પર સરકારી નોકરીઓને લઈને અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. આ દરમિયાન એક મેસેજે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની વન ફેમિલી વન જાેબ સ્કીમ હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ માહિતી સાથે સંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની “એક પરિવાર એક નોકરી યોજના” હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

જ્યારે PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. કેન્દ્ર સરકારે આવી કોઈ યોજના બનાવી નથી. પીઆઈબીએ આવા વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. તે યુવાનોમાં ભ્રમ ફેલાવે છે.

ટીમે આ ફેક મેસેજનો સ્ક્રીન શોટ ટિ્‌વટર પર શેર કર્યો છે. આ સાથે તેના પર નકલી હોવાની મહોર લગાવવામાં આવી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે દરેક પરિવારના ૧૮ થી ૪૮ વર્ષના ઉમેદવારોને નોકરીની તક મળશે. આ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાને એક પરિવાર એક નોકરી યોજના નામ આપવામાં આવ્યું છે

PIB કહ્યું છે કે આવા મેસેજથી સાવધાન રહો. પીઆઈબીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જાે સોશિયલ મીડિયા પર આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તેની તપાસ કરાવવા તેમનો સંપર્ક કરો. ટિ્‌વટર પર  @PIB Fact check પર જવું પડશે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જાેડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટિ્‌વટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્‌સએપ નંબર ૯૧૮૭૯૯૭૧૧૨૫૯ પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.