IT વિભાગની આકરી તપાસનો સામનો કરવા તૈયાર રહેવું પડશે ખેડૂતોએ
કૃષિની આવક બતાવીને કર ચૂકવવામાંથી છુટકારો મેળવવાના કીમિયા હવે નહીં ચાલે, અનેક ખામીઓ દૂર કરાશે
પોતાની આવકને કૃષિની આવક ગણાવીને કરમાંથી મુક્તિ મેળવવામાં આવી રહી છે અને આ પ્રકારે કર ચૂકવવાથી બચી રહેલા અમીર ખેડૂતો પર હવે તવાઇ લાવવાનું છે, કેન્દ્ર સરકારનું ઈન્કમ ટેક્ષ વિભાગ. કેન્દ્ર સરકારે એવો આદેશ જારી કર્યો છે કે ખેડૂતોએ હવે આવકવેરાની સખત તપાસનો સામનો કરવો પડશે અને એમના દાવાઓની ઉંડી ચકાસણી કરવામાં આવશે. Central Government plans sharper income tax scrutiny on rich farmers.
કેન્દ્ર સરકારે સંસદની લોક લેખા સમિતિ ને એવી માહિતી આપી છે કે આ બાબતમાં કેન્દ્ર સરકાર દ્વારા એક મજબૂત ફ્રેમ વર્ક બનાવવામાં આવી રહ્યો છે જેમાં આવકવેરા ખાતાને ચકમો આપી રહેલા લોકો સામે સખત તપાસ થશે.
કૃષિ આવક બતાવીને કર ભરવા માંથી છટકી રહેલા લોકોને જાળમાં લેવા માટે કેન્દ્ર સરકારે આ નિયમમાં કેટલીક ખામીઓને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. Super-rich farmers will face stricter scrutiny by tax authorities, who will comb through details of agricultural income — tax-free under the law — in jurisdictions where farm income exceeds a threshold of Rs. 10 lakh a year, the finance ministry said in a response to questions to the parliamentary committee.
સંસદની લોક લેખા સમિતિ દ્વારા ગત પાંચમી એપ્રિલના રોજ આ મુદ્દા પર પોતાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ કેગના રિપોર્ટ પર આધારિત છે. હવે ટૂંક સમયમાં જ દેશમાં સમૃદ્ધ હોય આવકવેરા ખાતાની ચકાસણી નો સામનો કરવાનો છે.
સંસદીય સમિતિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા તેમ જણાવવામાં આવ્યું હતું કે દેશના સમૃદ્ધ અને અમીર ખેડૂતોએ હવે આવકવેરા ખાતાના અધિકારીઓના પ્રશ્નોનો સામનો કરવો પડશે અને ઉંડી ચકાસણી નો સામનો કરવાનો છે.
જે ખેડૂતોની આવક એટલે કે જે લોકોની કૃષિ થી થનારી આવક વાર્ષિક રૂપિયા દસ લાખથી વધુ હોય તે તમામ લોકોએ હવે આવકવેરા ખાતાના અધિકારીઓ નો સામનો કરવાનો છે અને તેમના પ્રશ્નોના જવાબ આપીને ચોખવટ કરવાની છે.
સરકારના ધ્યાન ઉપર એવી વાત પણ આવ્યું છે કે અધિકારીઓએ 22.5 ટકા કેસમાં દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ કોફી ની આવક સમજીને કરમુક્ત દાવાને મંજૂરી આપી દીધી છે અને મોટા પ્રમાણમાં કર ચોરી કરવામાં આવી છે જોકે આ બધા કેસોની હવે તપાસ કરવામાં આવશે અને અધિકારીઓએ ચકાસણી કરીને સત્ય શોધવાનું રહેશે.