સિરામીક સીટી મોરબીમાં અદ્યતન રેલવે સ્ટેશન બનશે-પણ ટ્રેનના નામે મીંડું !
વિશ્વ વિખ્યાત સિરામીક ઉધોગ હોવા છતાં અમદાવાદ કે મુંબઈની એક પણ ડેઈલી ટ્રેન નથી
રેલ્વેને ગુડ્સ ટ્રેનમાં જ રૂ.પ૦ કરોડથી વધુની આવક થતી હોવા છતાં ઓરમાયું વર્તન
મોરબી, રાજકોટના ડીવીઝનના સૌરાષ્ટ્રના ૧ર રેલવે સ્ટેશનને નવા રૂપરંગ આપી કાયાપલટ કરી કરોડોના ખર્ચે નવા બનાવામાં આવી રહયા છે. જેમાં સીરામીક સીટી તરીકે જાણીતા મોરબી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે પણ મોરબીમાં પ્રજાને રેલવેને સુવિધા નામે મીડું છે.
મોરબીથી લોકોને અમદાવાદ કે મુંબઈ જવા સીધી ડેઈલી ટ્રેન નથી. મોરબીમાં લોકલ ડેમુ ટ્રેનની જ સુવિધા રેલવેએ આપી છે. અમદાવાદ-મુંબઈ કે લાંબા અંતરમાં જવા લોકોને વાંકાનેર, રાજકોટ, અમદાવાદથી ટ્રેન બદલવી પડે છે. મોરબીનું સીરામીક ઉધોગ ક્ષેત્રે ભલે વિશ્વ ફલક પર નામ હોય તો તે મોરબી એક સીરામીક સીટી તરીકે ઓળખાઈ છે.
આ મોરબીના સીરામીક ઉધોગમાં પણ સમયથી વધુ બહારના રાજયો બિહાર, યુ.પી. એમ.પી. સહીતના પરપ્રાંતીય મજુરો રોજગારી માટે મોરબીના વિવિધ ઉધોગો ખેત મજુરી સહીતના કામ માટે આવે છે. જે પરપ્રાંતીય મજુરોને તેના રાજયોમાં જવું આવવું હોય તો મોરબીથી કોઈ લાંબા અંતરની ટ્રેનની સુવિધા નથી. આ મજુરોને ના છુટકે પોતાનો માલ સામાન બાલબચ્ચાંને લઈ વાંકાનેર, રાજકોટ, અમદાવાદથી ટ્રેનો બદલવી પડે છે. જેમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રાજકોટ ડીવીઝન મોરબી માંથી કોલસો, મીઠું ટાઈલ્સ સહીતની હેરાફેરીમાં માલગાડીને મહીને પ૦ કરોડ જેવી તગડી આવક મેળવે છે. છતાં મોરબીની પ્રજાને આજ સુધી અમદાવાદ, મુંબઈ ડેઈલી ટ્રેન કે લાંબા અંતરની કોઈ ટ્રેન આપી નથી. મોરબીને ટ્રેન સુવિધા માટે મોરબી ચેમ્બર સુધીની અનેક સામાજીક આગેવાનોએ વર્ષોથી રેલવેને સ્થાનીક ચુંટાયેલા નેતાઓને આગેવાનોને રજુઆતો કરી છે.
છતાં ધ્યાન રજુઆત પર કેમ નથી અપાતું ? મોરબીને લાંબા અંતરની ટ્ર્ેન સુવિધા અપાવવામાં મોરબીની ચુંટાયેલી સ્થાનીક નેતાગીરી નબળી પડી છે. છેલ્લા ત્રણ દાયકામાં મોરબીના ચુંટાયેલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓને મોરબીને ટ્રેન સુવિધા અપાવામાં રસ લીધો નથી.
મોરબીનાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા બંને નેતાઓ રેલવે કમીટીના હોદા લઈ બેઠા છે. છતાં મોરબી જીલ્લાને ટ્રેન સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે. વળી સાંસદે કચ્છને અમદાવાદ, મુંબઈ સહીત લાંબાઅંતરની ટ્રેનની ઘણી સુવિધા અપાવી છે.
મોરબીને કચ્છનો ટ્રેન વ્યવહાર પણ છે. કચ્છમાંથી મોરબી કામખીયા એકસપ્રેસ વિકલી ટ્રેન આવે છે. કચ્છમાંથી ડેઈલી અમદાવાદ-મુંબઈ જતી ટ્રેનને મોરબીથી ચલાવવી જોઈએ. ભુજ-બરેલીટ્રેન ચાર રાજયો સાથે સંકળાયેલી છે. અગાઉ આ ટ્રેન મોરબીથી ચાલુ થઈ હતી, જેને ટુંકાગાળામાં બંધ કરી દેવાઈ છે.ી જેને ફરી અઠવાડીયામાં બે ચાર મોરબીથી ચલાવી જોઈએ.
કચ્છમાંથી અમદાવાદ-મુંબઈને લાંબા અંતરની ટ્રેનો જે હળવદથી ચાલે છે. તેમાં અમુકને મોરબીથી ચલાવા રેલવે તંત્રને અવાર નવાર રજુઆતો થઈ છે છતાં ધ્યાન અપાતું નથી. હવે મોરબીનું રેલવે સ્ટેશન કરોડના ખર્ચે નવું આધુનીક સુવિધા વાળુ બને છે તો અમદાવાદ-મુંબઈ ડેઈલી ટ્રેન તથા લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવા પ્રજા અને ઉધોગો માગ કરી રહયા છે.