નડીયાદમાં બ્યુટી પાર્લર અને મહેદી ક્લાસીસની બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીયાદ ફલાહૈ કેળવણી ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય શરૂ કરવામાં આવેલા બ્યુટી પાર્લર અને મહેંદી કોષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવાનો ભવ્ય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત કૂરઆને તિલાવતી તાલીમાર્થી બહેને કરી હતી. Certificates were distributed to the sisters of Beauty Parlor and Mehdi Classes in Nadiad
ત્યારબાદ સંસ્થાના કોઓર્ડીનેટર હફીઝ મલેકે સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમનું અને તાલીમ પાછળનો હેતુ સમજાવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે હાજર રહેલા ડો.મલેકા વ્હોરા એ દીકરીઓને વર્તમાન યુગમાં કેવી રીતે રહેવું તેમજ નોકરી કરતી કે અન્ય રોજગાર મેળવતી બહેનોએ કેવી રીતે રહેવું અને કામગીરી કરવી તેની વિસ્તૃત સમજ આપી હતી
જ્યારે અતિથિ પદે હાજર રહેલા શબાના સૈયદે તાલીમ મેળવેલ બહેનોએ હવે કેવી રીતે પગભર થવું તેની સમજ આપી હતી આ ઉપરાંત આ તાલીમ કોર્ષમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ છોકરીઓને શબાના સૈયદ તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલા હતા
આ પ્રસંગે કાદિરભાઈ નાનજી,એ.જી શેખ, રજજાકભાઈ કુરેશી મોયુદ્દીન મોમીન , ઈમ્તિયાઝભાઈ મલેક,મુજજમીલ ખાન પઠાણ, મહમદશફી ભાઈ, ઈકબાલ મેમણ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા.