Western Times News

Gujarati News

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટ્‌સ: આજકાલ અનેક લોકોને પરેશાન કરતો ગરદનનો દુઃખાવો

અનેક લોકોને પરેશાન કરતો ગરદનનો દુઃખાવો સર્વાઈકલ સ્પોન્ડીલાઈટ્‌સનો આયુર્વેદ ઉપચાર. ગરદનનો  દુઃખાવો અનેક લોકોને પરેશાન કરતો હોય છે આધુનિક જીવનમાં મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટીવી વગેરે સાધનોનો ઉપયોગ વધતો ગયો તેમ અમુક રોગોનુ પ્રમાણ પહેલાં કરતાં વધતું ગયું છે.  Cervical Spondylitis: A neck pain that bothers many people these days

ગરદનનો દુખાવો સર્વાઈકલ સ્પોનડીલાઈટીસ આવો જ એક રોગ છે. સર્વાઇકલ સ્પોન્ડીલોસિસની તકલીફ આપમેળે જ વધઘટ થતી હોવાથી એની સારવાર મુખ્યત્વે તકલીફ વધી જાય ત્યારે રાહત આપવા માટે અને તકલીફ ન હોય અથવા ઓછી હોય ત્યારે એ ફરીથી ન ઉદભવે એની કાળજી રાખવા માટે કરવી પડે છે. જયારે દુઃખાવો વધી જાય ત્યારે ગરદનને સંપૂર્ણ આરામની જરૂર હોય છે. ગરદનનું હલનચલન શકય એટલું ઓછું કરવાથી વધુ

લક્ષણોઃઆ રોગના લક્ષણોમાં જોઈએ તો, છ મહિના કરતા જૂનો ગરદનનો દુખાવો જેમાં પીડા ધીરે ધીરે વધતી જશે. ડોકને સહેજ પણ વાળતા જ પીડાની અનુભતિ થવી, ઘણીવાર ગરદનથી એક તરફ ખભા સુધી દુઃખાવો થવો કે ચક્કર આવવા, કોઈ કોઈ વખત એક બાજુના જડબા, દાંત અને કાન સુધી પણ દુઃખાવો થવો. આ પ્રકારના દુઃખાવાની શરુઆત જમણા કે ડાબા હાથમાં ઝણઝણાટી સાથે થતી હોય છે.

એટલે કે શરુઆતમાં ઝણઝણાટી સાથે ધીમા દુઃખાવા પછી ગરદનમાં સ્થાન જમાવી લે છે. વિશેષ અવસ્થામાં સ્પાઈન-મણકાના અસ્થિઓની ધાર પર સ્પર-કટક બનવાની નજીકની માંસપેશીઓમાં સોજો આવે છે. જેના કારણે આસપાસની શીરાઓ, ધમનીઓ અને ચેતાતંતુ પર દબાણ થવાથી પીડા એન સુન્નતા-ખાલી ચડવી અનુભવાય છે. ગરદન ફેરવતા મણકામાંથી કટ-કટ અવાજ આવે છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

કારણોઃ આ રોગના સામાન્ય કારણો જોઈએ તો સૂવાની ખામીયુક્ત સ્થિતિ-મુદ્રા, સૂતા સૂતા ટીવી, લેપટોપ કે મોબાઈલનો અધિક ઉપયોગ કરવાથી, લાંબા સમય સુધી સતત લેખન કે વાંચન કરવાથી, અધિક ચિંતા, તણાવ-સ્ટ્રેસ, ક્રોધ, અનિદ્રા, કબજિયાત વગેરે કારણોથી ખાસ કરીને મહિલાઓમાં આ રોગ વધારે પ્રમાણમા થાય છે. પુરુષોમાં કમ્પ્યુટર ઓપરેટર, લેખક, ચિત્રકાર વગેરે ગરદન ઝુકાવીન કે એક જ સ્થિતિમાં બેસીને કામ કરનારા વ્યક્તિઓમાં આ રોગ થઈ શકે છે.

અવશ્યતાથી વધારે ઊંચા તકીયા-ઓશિકાનો ઉપયોગ, દોરી-પાટીવાળા ખાટલામાં સૂવાથી, સ્ત્રીઓ જ્યારે લાંબો સમય સુધી બેસીને ભરત-ગૂંથણ, ચિત્રકારી સીવણ, કપડા-વાસણ ધોવા જેવી ક્રિયાઓ કરે, છે. મણકાની તકલીફ ઘણા લોકોમાં. જે રીતે ઉમર અને વજન વધવાથી ઘુટણના સાંધા ઘસાય છે એ જ રીતે ઉમર અને વપરાશ વધવાથી ગરદનના મણકાના સાંધાઓ પણ ઘસાય છે જે ઓસ્ટિઓઆર્થાઇટિસ અથવા સ્પોન્ડીલોસિસ તરીકે ઓળખાય છે.

આયુર્વેદ પ્રમાણે આ દુખાવાનું મૂળ કારણ વાયુ પ્રકોપથી થયેલ અસ્થી વિકૃતિ જ છે . આયુર્વેદમાં સ્પષ્ટ જ કહેવાયું છે કે વૃદ્ધાવસ્થામાં વાયુની વિકૃતિઓ વધારે થતી હોય છે, રક્ત, માંસ, મેદાદિ ધાતુઓનો હાસ અને ઘસારો વધે છે.  ઉમર વધવાની સાથે અસ્થિઓમાં પરિવર્તન આવવા લાગે છે અને આ પરિવર્તન સર્વાઈલ  સ્પાઈનમાં પણ થાય છે. પરિણામ સ્વરૂપ ગરદનમાં દુઃખાવો   અથવા જડતા અનુભવાય છે .

આ સિવાય ગરદનમા આઘાત-ઘા વાગવાથી, કોઈ દુર્ઘટનામાં ડોકના મણકા ખસી જવાથી, ગરદનની મસપેસીઓમાં ખેંચથી, જન્મજાત ખામીઓના કારણે, ગ્રીવાની અસ્થીઓમાં કોઈપણ પ્રકારના ટયુમર કે ટી બી  .બીના ચેપથી ગરદનનો દુઃખાવો થઈ શકે  ગરદનના કુલ સાત  મણકા હોય છે જેમાંથી સૌથી નીચેના ત્રણ મણકાઓ વચ્ચેના સાંધાઓ ઘસાવાની તકલીફ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સર્વાઇકલ સ્પોન્ડીલોસિસને કારણે ગરદનના પાછળના ભાગમાં દુઃખાવો થાય  છે . કયારેક, ગરદન અકડ થઈ ગઈ હોય એવું જણાય છે. ઘણા લોકોને ગરદનની ડાબી ક  ુએ ખભાથી ગરદન વચ્ચે આવેલ સ્નાયુઓનો ભાગ દુ   છે. આ ભાગ પણ અકડાઈ ગયેલ અને હલનચલન કરવાથી કડાકા બોલતો હોય એવો જણાય છે. આ પ્રકારની      તકલીફ વધઘટ થયા કરે છે.

દર્દીને યાદ પણ ન હોય એ પ્રકારની ગરદનની વધુ પડતી હલન-ચલન કે ઝાટકા લાગવાને કારણે દુઃખાવો અચાનક વધી જાય છે. જો ગરદનના ઉપરના મણકાઓ પર ઘસારાની અસર થાય તો માથાના પાછળના ભાગમાં દુઃખાવો થયા કરે છે.. ઉમર વધતાં બે મણકા વચ્ચેની ગાદી થોડીક  પાતળી થાય છે અને મણકાની કિનારી ઉપરથી હાડકાંનો ભાગ થોડોક વધે છે. આ ઉપરાંત મણકાની પાછળના ભાગે આવેલ, મરોડ વચ્ચેના સાંધાઓ પર પણ ઘસારા અસર કરે છે. આ બંને સાંધાઓ પર ઘસારાને કારણે, હાડકાંની કિનારી ઉપરનો ભાગ સહેજ મોટો થવાથી, બે મણકા વચ્ચેની નાની જગ્યામાંથી પસાર થતી ચેતાઓ સાદી ભાષામાં નસ પર દબાણ આવવા લાગે છે, જેને પરિણામે લાંબે ગાળે ચેતાઓને નુકસાન થાય છે.

ગરદનના દુઃખાવા ઉપરાંત, કયારેક, ઝીણો, દુઃખાવો ખભા, બાવડા, કોણી કે હાથ સુધી થાય છે. કયારેક છાતીના અમુક ભાગમાં પણ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસને કારણે થોડો દુઃખાવો થઈ શકે.

મોટાભાગના કિસ્સામાં આવા દુઃખાવાનું ચોક્કસ સ્થ આટલાં ભાગમાં દુઃખે છે એવી ફરિયાદ કરતા હોય છે. ઘણા દર્દીઓમાં ચેતાતંતુઓ પર દબાણ આવવાને લીધે હાથમાં ઝણઝણાટી થવાની કે ખાલી ચઢી જવાની ફરિયાદ જોવા મળે છે. કેટલાક દર્દીને હાથના અમુક ભાગોમાં બળતરા થાય કે સોંય ભોકાતી હોય એવું લાગે છે.  ગરદનના મણકાની અન્ય તકલીફોમાં પણ આ પ્રકારનાં ચિહનો આવે છે. નિષ્ણાતની સલાહ લઈને અન્ય કોઈ જોખમી બીમારી નથી એની ખાત્રી કરી લેવી ખૂબ જરૂરી છે.

બીજી કોઈ તકલીફ નથી એ અંગે ચોકસાઇપૂર્વક તપાસ થઈ જાય પછી જ આ નિદાન કરવામાં આવે છે.  સર્વાઇકલ સ્પોન્ડીલોસિસની તકલીફના કારણે મોટા ભાગના કિસ્સામાં દુઃખાવા અને ઝણઝણાટી સિવાય અન્ય મોટી કોઈ તકલીફ કે કમજોરી આવતાં નથી પરંતુ કયારેક હાથના અમુક ભાગમાં સ્નાયુઓ નબળાં પડી ગયા હોય એવું દર્દી અનુભવે છે અને જવલ્લે જ કરોડરજજૂ ઉપર હાડકાંનું દબાણ આવવા લાગે તો બંને હાથમાં અને પગમાં કમજોરી અને પેરાલિસિસ થવાની શક્યતા રહે છે. અલબત આવું ભાગ્યે જ બને છે, પરંતુ કમજોરીના કોઇપણ ચિન્હ આવે તો તાત્કાલિક  યોગ્ય સારવાર કરાવવી અનિવાર્ય છે.

નુકસાન થતું અટકે છે અને દુઃખાવો કાબૂમાં રહે છે. ગરદનનું હલનચલન ઘટાડવાના આશયથી જ આવી પરિસ્થિતિમાં ગળાના ભાગે પટ્ટો, કોલર પહેરવાનું દર્દીને કહેવામાં આવે છે. આ પટ્ટો જરૂરી બિન જરરી હલનચલન,   ખાસ તો નીચે જોવાની હીલચાલ અટકાવે છે. વાહન ચલાવવાનું અને લાંબો સમય નીચે જોઈને કરવાનું કામ દુઃખાવા વખતે બંધ કરી દેવું.

ગરમ પાણીનો શેક કરવાથી તે ભાગમાં લોહીનો પ્રવાહ વધે છે, અને દુઃખાવામાં થોડીક રાહત મળે છે. ઠંડક અને ઠંડા પવન સામ ેગરદનને પૂરતું રક્ષણ આપવું. ઘણા લોકો ગરદન અકળાઈ જાય   . ત્યારે ટચાકા ફોડાવવા માટે જતા હોય છે. ગરદનને આમતેમ મરડીને ટચાકા ફોડનારાઓ કયારેક ગરદનને કાયમી નુકસાન પહોંચાડી દે છે; અને આ રીતે ટચાકા ફોડવાથી ગરદનની તકલીફમાં કોઈ સુધારો થતો નથી,

એટલે દુઃખાવા વખતે ગરદનને આરામ અને ગરમી, શેક આપવા સિવાય બીજુ કંઈ કરવાની જરૂર નથી. જો અસહ્ય દુઃખાવો થતો હોય તો નિષ્ણાત વૈદની સલાહથી દર્દશામક દવાઓ લઈ શકાય કે દર્દશામક મલમ લગાવી શકાય. ગરદનનો દુઃખાવો ન થાય એ માટે શું કાળજી રાખવી? વારંવાર ગરદનના દુઃખાવાની તકલીફ ન થાય એ માટે, કામની અને આરામની ટેવોમાં કાયમી ફેરફારો કરવા જરૂરી છે. કામ કરતી વખતે એકદમ નીચું જોઈને કરવાં પડે એવાં કામો ટાળવાં અને ખુરશી – ટેબલની વ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી ખૂબ નીચે જોવું ન પડે. ખુરશી નીચી અથવા ટેબલ ઊંચુ રાખવું. ઘરમાં અનાજ વીણવાના કામો પણ લગભગ ગરદનની ઊંચાઈએ થાળી રહે એ રીતે રાખીને

કરવા જોઈએ. માથા પર વજન ઊચકવાની ટેવ પાડવી નહીં. વજન ઊચકતી વખતે ખભા અને કમ્મર પર બોજ પડે એમ ગોઠવવું. ગરદનના ભાગ પર વજન આવે એ રીતે ગુણ ઊચકવાનું કામ કરવું નહીં. વારંવાર ગરદનનું હલનચલન કરવું પડે એવું કામ એ રીતે ગોઠવવું કે જેથી હલનચલન ઓછામાં ઓછું કરવું પડે.

ઉપચાર- મહાનારાયણ તેલઃ- સમગ્ર શરીરે માલીશ કરી ગરમ પાણીએ સ્નાન કરવું. કડવા, તીખા, તુરા રસવાળા તથા રુક્ષ, લઘુ અને સુક્ષ્મ ગુણધર્મો વાળા આહાર લેવા નહીં.ઉપવાસ, ઉજાગરા અને એકટાણા વાયુ વધારે છે. એટલે એ ત્યાજ્ય ગણાય. આ પ્રમાણેનો આયુર્વેદિક ઉપચાર સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસમાં ખૂબ જ લાભદાયી છે.  સોજો જલદીથી ઉતરે એ માટે પુનર્જવા ઘનવટી કે પુનર્જવા મંડૂર બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે આપી.

વાયુની વૃદ્ધિ કરે તેવા તમામ આહાર વિહારનો ત્યાગ કરવો તથા ષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે બે મહિન પ્રમાણે ઉપચાર કરવાથી દુઃખાવો ધીમે ધીમે શાંત થાય. મહાયોગરાજ ગુગળ બે-બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભૂકો કરીને લેવી. મહાયોગરાજ ગૂગળ, વાતવિધ્વંસન રસ તથા રાસ્નાદિગૂગળની બે બે ગોળી ભૂકો કરીને પાણી સાથે લેવી. વેદનાન્તકવટી, સમીર પંન્નગ રસ, પૈના ટીકડી વિગેરે ઔષધો નું સેવન વૈદની દેખરેખ હેતાળ ૬ થી ૧૨ મહિના પરેજીની સાથે સાથે કરવાથી ચોક્કસ રાહત મળી જાય છે અને કાયમી દુખાવો જતો રહે છે.

મહારાસ્નાદિ ક્વાથઃ મહા રાસ્નાદિ ક્વાથ અને દશમૂલ ક્વાથનો ભૂકો સરખા ભાગે મેળવી તેમાંથી વીસ ગ્રામ જેટલો ભૂકો  બે ગ્લાસ જેટલા પાણીમાં પલાળી ધીમા તાપે એક તપેલીમાં નાખી ઉકળવા દેવો. એકાદ કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને હૂંફાળું હોય ત્યારે એમાં એક ચમચી દેશી દિવેલ ઉમેરી પી જવું. નાના અડધા કપ જેટલો સવારે અને રાત્રે પીવો.

ગરદન પર મહાનારાયણ તેલ અથવા તો બલાતેલની માલિશ કરી તના પર સરગવાના પાન, એરંડાના પાન અને નગોડના પાનની પોટલી બનાવી તેનાથી શેક કરવો. એરડિયું-દિવેલ, ત્રણેક ચમચી રાત્રે એક ગ્લાસ જેટલા દૂધમાં નાખીને પીવું.ગરદનનો દુઃખાવો – સર્વાઇકલ સ્પોન્ડીલોસિસપરેજી અને સારવાર. આપેલી સૂચનાઓનું એમણે ચુસ્ત રીતે પાલન કર્યું અને

બે જ મહિનામાં સારું લાગવા છતાં બીજા બે મહિના સુધી એની એજ સારવાર ચાલુ રાખી અને સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસમાંથી મુક્તિ મેળવી. પરેજીમાં આરામ એ અગત્યની વાત છે. ડોક પર ઝટકા ન લાગે, ડોકને સતત શ્રમ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ડોક સ્થિર રહે એ માટે પટ્ટો બેલ્ટ પણ ઉપયોગી ખરો.

પાતળું-પોચું ઓશિકું એ રીતે રાખવું જેથી ગરદન કે મણકા પર ભાર ન પડે. વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, વાલોળ, ચણા, કોદરી, દહીં, લીંબુ, આમલી, ટમેટા, ફ્રીજનું ઠંડું પાણી, આઈસક્રીમ ઠંડા પીણાં વગેરે બંધ કરી દેવું. રોજિંદા ખોરાકમાં લસણ, સરગવો, મેથી, તલનું તેલ, હિંગ, કુમળા મૂળા, આદું, અડદ, રીંગણ વગેરે વાતશામક દ્રવ્યો ખાસ લેવા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.