અહમદનગરમાં “સ્માર્ટ એલવી મોટર્સ”નું ઉત્પાદન કરવા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન
મુંબઈ, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડના ચેરમેન શ્રી વેલ્લયન સુબૈયાએ 21 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના અહમદનગરમાં અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અત્યાધુનિક, સ્માર્ટ મોટર્સનું ઉત્પાદન કરશે.
આ અહમદનગગરમાં કંપનીનો સાતમો ઉત્પાદન પ્લાન્ટ છે. આ સુવિધા 4200 ચોરસ મીટરના ક્ષેત્રફળમાં પથરાયેલી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપકરણ અને મશીનરીઓ સાથે સજ્જ છે.
આ નવી સુવિધા 75 kWથી 1000 kW સુધીની સ્માર્ટ ઇલેક્ટ્રિક મોટર્સનું ઉત્પાદન કરશે. આ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારની વધતી માગ પૂર્ણ કરશે તથા સીજીને એલવી મોટર્સની ઊંચી રેન્જ માટે વધારો બજારહિસ્સો મેળવવામાં મદદરૂપ થશે.
આ પ્રસંગે ચેરમેન શ્રી વેલ્લયન સુબૈયાએ કહ્યું હતું કે, “આ નવો પ્લાન્ટ કંપનીની મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે પ્રતિબદ્ધતાનો તથા ગ્રાહકોને વાજબી કિંમતે આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો પ્રદાન કરવાનો પુરાવો છે. આ પ્લાન્ટ મોટર ટેકનોલોજીમાં ભારતની આગેકૂચને જાળવી રાખશે.”