CGPLએ ગુજરાતમાં ‘શિક્ષા સારથી સ્માર્ટકેમ્પ’ પ્રોગ્રામ શરૂ કર્યો
અમદાવાદ મજબૂત અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વ્યવસ્થા દેશની ઝડપી પ્રગતિ સુનિશ્ચિત કરે છે. ટાટા પાવરની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (સીજીપીએલ)એ ગુજરાતમાં ‘શિક્ષા સારથી સ્માર્ટકેમ્પ’ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ મુન્દ્રા અને માંડવીમાં એનાં સામુદાયિક વિકાસ કાર્યક્રમનાં ભાગરૂપે બે સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાશે, જેમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનું સામેલ છે અને એનો ઉદ્દેશ 220 બાળકોને લાભ આપવાનો છે.
એમાં શાળાની અંદર અંગ્રેજી, ગણિત અને ગુજરાતીમાં સઘન, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલા, અસરકારક ગુણવત્તા સંવર્ધનનાં પ્રયાસો સામેલ હશે તેમજ દરેક શાળામાં એક સેમિસ્ટરમાં અઢી મહિના માટે બે તબક્કામાં ચાલશે.
આ પાયલોટ પ્રોજેક્ટનો અમલ મુન્દ્રા અને માંડવી તાલુકાઓમાં મોટી ખાખર અને નાની ખાખર ગામમાં થયો હતો, જેમાં વડોદરાની એનજીઓ સાઈસ એન્જલ ફાઉન્ડેશન પાર્ટનર હતું, જે વડોદરાની 115 સરકારી શાળાઓમાં આવા કાર્યક્રમો પ્રદાન કરે છે, જેમાંથી 15 આ જ પ્રકારનાં સીધા હસ્તક્ષેપ કાર્યક્રમો અંતર્ગત
ચાલે છે.
સીજીપીએલનાં સીઇઓ શ્રી વિજય પી નામજોશીએ કહ્યું હતું કે, “અમે સામુદાયિક વિકાસમાં અમારી ભૂમિકાને ગંભીરતાપૂર્વક લઈએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે, અમે સિમ્બાયોટિક અને સહનિર્ભરતાનાં સંબંધ ધરાવતા લોકોનાં જીવનને સુધારવામાં મદદ કરવામાં સક્રિયપણે સામેલ થઈએ. અમારાં સમુદાયની અંદર બાળકોનાં શિક્ષણની ગુણવત્તા સુધારવી એનો આવશ્યક ભાગ છે. વર્ષ 2012માં શરૂ થયા પછી અત્યાર સુધી ટાટા પાવરનો શિક્ષા સારથી સ્માર્ટકેમ્પ શિક્ષણને વધારે ઇન્ટરેક્ટિવ અને રસપ્રદ બનાવવા અસરકારક સાધન સાબિત થયું છે. અમને આગામી વર્ષોમાં અમારાં સમુદાયની ભાગીદારી વધારવા આ કાર્યક્રમનું વિસ્તરણ થવાની આશા છે.”
શિક્ષા સારથી સ્માર્ટકેમ્પે આ શાળાઓમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે. આ ચાલુ ધોરણે સુધારાનું મૂલ્યાંકન કરવા દર મહિનાનાં અંતે મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરશે અને કાર્યક્રમની અસરની આકારણી કરવા દરેક તબક્કાનાં અંતે મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.