વડોદરાની મોટી કંપનીના ચેરમેનને પરિવાર સાથે મારી નાંખવાની ધમકી મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/emailthreat-1024x624.jpg)
વડોદરા, વડોદરાના આજવારોડ વિસ્તારમાં આવેલી વર્ડ વિઝાર્ડ કંપનીના ચેરમેન યતિન ગુપ્તેને હોદા પરથી રાજીનામું આપવાનું જણાવીને પરિવાર સાથે જ પતાવી દેવાની ધમકી સાથેને બે બે મેઈલ મળતાં મામલો સાયબર ક્રાઈમ સમક્ષ પહોંચી ગયો છે. સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ભાયલી-રાયપુરા રોડ પર લાલ ગુરૂ ફાર્મ પાછળ સૂરમ્ય બંગ્લોઝમાં રહેતા અને ઈલેકટ્રીક વાહનોના સ્પેરપાટ્ર્સ સપ્લાય કરતાં વર્ડ વિઝાર્ડ કંપનીના ચેરમેન યતિન સંજય ગુપ્તેએ ફરિયાદ કહ્યું હતું કે, ગત તા.રપમીએ સાંજુ હું કંપનીમાં હતો ત્યારે મારા પર્સનલ મેઈલ તેમજ કંપનીના મેઈલ પર ધમકી મળી હતી.
ઈ-મેઈલ કરનાર વ્યક્તિએ અંગ્રેજીમાં લખાણ લખ્યું હતું કે, તેણે કહ્યું હતું કે, તમે કંપનીના ચેરમેન પદેથી રાજીનામું નહીં આપો તો ખૂબ જ જલ્દી તમને પરિવાર સાથે મારી નાંખીશ. મેં મારો પ્લાન શરૂ કરી દીધો છે. કંપનીની હાલની સ્થિતિ જોઈને તમને મારા પ્લાનનો ખ્યાલ આવી ગયો હશે. મેઈલ કરનારે એમ પણ કહ્યું છે કે મારો પ્લાન શરૂ થઈ ગયો છે. જો રાજીનામું નહીં આપો તો તમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
તેમને કોઈ બચાવશે નહીં. આને મજાકમાં નહીં ગંભીરતાથી લેજો. આ મેઈલને ગંભીરતાથી લીધો ન હતો ફેક મેઈલ સમજીને આખી વાતને નકારી દીધી હતી. ત્યારબાદ તા.ર૭મી જાન્યુઆરીએ ફરીથી બીજી મેઈલ એડ્રેસ પર આ મેઈલ મળતાં યતિન ગુપ્તેએ પોલીસ કમિશનરને જાણ કરી હતી. સાયબર સેલે આ અંગે ગુનો દાખલ કરીને પોલીસ ઈન્સ્પેકટર બી.એન.પટેલે કાર્યવાહી શરૂ કરી હતી.