Western Times News

Gujarati News

બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ IPLની ફાઈનલ જોવા અમદાવાદ આવશે

IPLની ફાઈનલ મેચ જાેવા ૩ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને આમંત્રણ -એશિયા કપના આયોજન અંગે ચર્ચા કરાશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ધીરે ધીરે ક્રિકેટનું નવું હબ બનવા જઈ રહ્યું છે. આઈપીએલ ૨૦૨૩ની કવોલિફાયર ૨ અને ફાઈનલ જેવી મહત્વની મેચ અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. ૨૮ મેના રોજ IPLની ૧૬મી સિઝનના વિજેતા વિશે જાણવા મળશે.

આ સિવાય ૨૭ અને ૨૮ મેના રોજ અમદાવાદમાં અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટના પણ મહત્વના ર્નિણયો થશે. એટલે કે અમદાવાદમાં આવનારા સમયમાં ક્રિકેટ જગતના મોટા મોટા ર્નિણયો લેવાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ (Honorary Secretary @BCCI Jay Shah @jayshah ) એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જાેવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. એશિયા કપ ૨૦૨૩ને લઈને આ દિવસે મહત્વની વાતચીત થશે અને એશિયા કપના આયોજનને લઈને મહત્વના ર્નિણયો લેવાઈ શકે છે.

પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.

BCCIએ અમદાવાદમાં ૨૭ મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-૨૦ માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.